અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરી અને લુંટના બનાવો સતત વધી રહ્યા છે. તસ્કરો ચોરી કરવા અવનવા કીમિયા અપનાવતા હોય છે. આ દરમિયાન, આવો જ એક બનાવ અમદાવાદના બોપલ વિસ્તારમાં બન્યો હતો. જેમાં પરિવારને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી હતી. જેમાંથી 3 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માસ્ટર માઈન્ડ મુકેશ મોહનીયા,રામસિંહ અને કલસિંગ ડામોર નામમાં 3 લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને જેમની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કાળું અગાઉ અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ પણ પોતાના ગેંગ સાથે મળી લૂંટ અને ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતો હતો. જાણવા મળ્યું છે કે, આરોપી પોતાની ગેંગ સાથે કુલ 16 જેટલા ગુનાઓમાં ફરાર હતો અને જેમાં મોટી-મોટી લુંટ અને ચોરી પણ સામેલ છે.
ખાસ કરીને આરોપીએ થોડા દિવસો પહેલા બોપલમાં 20 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી જેમાં તેણે એક પરિવાર ઉપર હુમલો પણ કર્યો હતો. તેની સાથો સાથ આરોપીઓ અનેક બંગલોમાં લૂંટની કોશિશ પણ કરેલ છે અને તેની સાથે બોપલ અને ઘાટલોડિયામાં તો અનેક જગ્યા ચોરીઓ પણ કરી છે.
મહત્વની વાત તો એ છે કે, બોપલમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા ના 5 દિવસ બાદ પણ પરત તે લોકો અમદાવાદ આવી ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ ચોરી અને લૂંટનો મુદ્દામાલ કોને આપ્યો છે અથવા વહેચી દીધો છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આરોપીઓ પોલીસના કબ્જે આવી ગયા છે પરંતુ, જે રીતે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ચોરી અને લૂંટના મુદ્દામાલ પરત મળી શક્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.