મોતનો વિચલિત કરતો live વિડીયો: છાયડે બેઠેલા મજુરો પર ફરી વળ્યું મોતરૂપી પીકઅપ વાન, એકનું મોત

દાહોદ(ગુજરાત): બેફામ બનેલા વાહન ચાલકોને લીધે માસુમ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. આવા અકસ્માતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે દાહોદમાંથી ફરીવાર એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક પીકઅપ ડાલાની ટક્કરે એક મજૂરનું મોત નીપજ્યું છે. આ મજૂર તેના સાથીઓ સાથે ધોમધખતા તડકામાં દિવાલના ટેકે છાંયડામાં બેઠેલો હતો અને બાજુમાં જ ઉભેલું પીકઅપ ડાલું અચાનક તેમના પર ફરી વળ્યું. એક મજૂરનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે બાકીના બેનો બચાવ થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા આ અકસ્માતનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

ઘટના બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ, અહીંયા એક નિર્દોષ મજૂરનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, આજે બપોરના અરસામાં દાહોદ એપીએમસી નજીક અકસ્માત સર્જાયો હતો. આ મજૂરો બપોરે તડકામાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક પીકઅપ ડાલાના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા તે દિવાલ સાથે અથડાયું હતું. આ પીકઅપ ટ્રક અથડાઈ જતા મજૂરો દિવાલ વચ્ચે કચડાઈ ગયા હતા.

જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં એક મજૂરનું મોત નીપજ્યું હતું. મૃતક મજૂરના પરિવારજનોના શોકથી ગમગીની ભર્યો માહોલ છવાયો હતો. જોત જોતામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જોકે, આ ઘટનામાં અન્ય બે મજૂરો ખસી જતા તેમનો બચાવ થઈ ગયો હતો. સાંજ પડતા ઘટનાનો વીડિયો સામે આવતા સમગ્ર ઘટનાક્રમ જાણવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા દાહોદ ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટના બાદ નજીકની દુકાન પર લાગેલા સીસીટીવીના દૃશ્યો સામે આવ્યા હતા. આ વિડીયોમાં જોવા મળે છે કે, અચાનક જ પીકઅપ ડાલું ટર્ન મારી ગયું અને દિવાલના ટેકે બેસેલા આ શ્રમજીવીઓ પર ફરી વળ્યું.

મોતનો આ વીડિયો ખરેખર વિચલિત કરી નાખે એવો છે. આમ ધોળા દિવસે એક અકસ્માતે એક પરિવારના મોભીનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાક્રમ બાદ દાહોદ ટાઉન પોલીસ અકસ્તમાની તપાસ ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત ક્યાં સંજોગોમાં થયો તે તપાસના અંતે જ જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *