દુષ્કર્મ કરછમાં અને કેસ નોંધાયો અમદાવાદમાં, અત્યંત ચોંકાવનારી છે આ સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં બળાત્કારનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. એક પછી એક બળાત્કારનાં બનાવો બહાર આવી રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લાનાં એક ગામમાં પણ ખેતરનાં…

ગુજરાત રાજ્યમાં બળાત્કારનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. એક પછી એક બળાત્કારનાં બનાવો બહાર આવી રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લાનાં એક ગામમાં પણ ખેતરનાં માલિકે 22 વર્ષની એક આદિવાસી યુવતી સાથે બહુ ખરાબ રૂપે બળાત્કાર કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. અત્યારે પોલીસ દ્વારા આ બાબતે આરોપી ખેતર માલિક વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પરંતુ આ બાબતે હાલ સુધી કોઇની ધરપકડ કરવામાં નથી આવી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કથિત બનાવ 16 સપ્ટેમ્બરનાં રોજ અંજાર તાલુકાનાં રતનાલ ગામમાં બની હતી. પણ પ્રાથમિકી મંગળવારનાં રોજ નોંધવામાં આવી. કેમ કે, આરોપી રણછોડ આહિર દ્વારા મહિલાને આ બનાવ અંગે કોઇને પણ જાણકારી ન આપવાની ધમકી આપવામાં આવી હતી આ ઉપરાંત પણ તેણે કહ્યું હતું કે, જો તે આ બાબતે કોઇને પણ કહેશે તો તે તેનાં પતિને મારી નાંખશે.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બનાવ વખતે આ દંપતી આહિરનાં ખેતરમાં મજૂર તરીકે કામ કરતા હતા. બનાવ બાદ તેઓ પોલીસને સંપર્ક કર્યા વિના પોતાનાં જિલ્લા દાહોદમાં રહેવા ચાલ્યા ગયા હતા. આ બાબતે હાલ સુધી કોઇની પણ ઘરપકડડ કરવામાં આવી નથી.

સાબરમતીનાં પોલીસ ખાતે ઝીરો નંબરની FIR નોંધવામાં આવી છે.
પ્રવાસી મજૂરોનાં હિતમાં કામ કરનાર NGO મજૂર અધિકાર મંચનાં સચિવ મીના જાધવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં પોલીસનાં માનવાધિકાર પ્રકોષ્ઠ સાથે જુદાં-જુદાં વર્ગોનાં દબાણ વિના અમદાવાદ શહેરનાં સાબરમતીનાં પોલીસ ખાતે ઝીરો નંબરની FIR નોંધવામાં આવી છે. તે લોકો દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે શરૂમાં ફરિયાદ લેવા માટે ના કહી હતી. જાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પીડિતાનાં પતિ દ્વારા દાહોદમાં NGOનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ પીડિતાને અમદાવાદ શહેરમાં લાવવામાં આવી, જ્યાં પીડિતા દ્વારા FIR દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *