અમદાવાદ(Ahmedabad): ચોરી(Theft), હત્યા(Murder) વગેરેના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. પરંતુ હાલ એક ખુબ જ અનોખી ઘટના સામે આવી છે. અહીં, ચોરીના ગુના આચરનાર ચોરને પોલીસ અને કાયદો સજા આપે તે પહેલા જ કુદરતે તેને સજા આપી હતી. મળતી માહિતી અનુસાર, આ ઘટના અમદાવાદની છે કે જ્યાં ચોરી કરી મુદ્દામાલ છુપાવી ચોર ફરાર થતો હતો, તે સમયે જ આરોપીઓની રીક્ષાને અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં એક આરોપીનુ મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બે ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. કુદરતે આરોપીને તેને કરેલા ગુનાની ત્યારે જ સજા(Punishment) આપી દીધી હતી.
વાસ્તવમાં, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગયા અઠવાડિયે 13 કટ્ટા ચોખાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. જર અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતું. જેથી ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખાના કટ્ટા કબજે કર્યા છે. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણી સામે આવી હતી.
પરંતુ, બિસ્મિલ્લાહ અકબરને તો ચોરી કર્યાના કલાકો બાદ જ અકસ્માત નડ્યો, જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ થયું હતું. આ રીતે કુદરતે આરોપીને પોલીસ કે કાયદો સજા આપે એ પહેલા જ સજા આપી દીધી હતી. ત્યારે બીજી તરફ પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, ગુના માટે વપરાયેલી રીક્ષા પણ ચોરીની છે. ચોખાના કટ્ટાની ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા જેમાં રીક્ષાની ચોરીની વાત સામે આવી હતી.
ચોખાની ચોરી બાદ રીક્ષાની ચોરીની વાત પણ સામે આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી, અને તે જ રિક્ષામાં ચોરીને અંજામ આપ્યો. આ પછી એ જ રીક્ષાનો અકસ્માત થતા આરોપીનું મૃત્યુ થયું હતું. એટલે કે એક જ રાતમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયા. પરંતુ પોલીસે આ ગુનાના બે આરોપીઓની ધરપકડ કરી ચી, તેમજ એકનું મૃત્યુ નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.