14મી નવેમ્બરે સમગ્ર ભારતમાં બાળ દિન હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ખરેખર બાળકો જ દેશનું ભાવિ છે.આજના સમાજમાં પણ બાળકોની દશા નું એક કડવું પણ વાસ્તવિક ચિત્ર એટલે કે, “બાળ મજુરી”. બાળમજૂરીમાં બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે.
મોટા ભાગે બાળકો ચાની લારી ઉપર, હોટેલોમાં, દુકાનોમાં, ઘરમાં નોકર તરીકે અને તે ઉપરાંત પણ કામ કરતાં જોવા મળે છે. આપણા દેશમાં પહેલેથી જ મજુર ધારો 1948, તેમજ માયનસ એક્ટ 1952 જેવા કાયદામાં ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઈપણ જગ્યાએ કામ કરાવવું તે કાનૂની અપરાધ ગણવામાં આવ્યું છે. પણ બદનસીબે યોગ્ય પાલન ના અભાવે તેમજ લોક જાગૃતિના અભાવે હજુ સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી.
આવી જ એક ઘટના જોવા મળી છે. જેમાં એક યુવક વાનમાં ચાની લારી ઉપર કામ કરતા નાના બાળકને કીડનેપ કરીને જતા રહે છે. ત્યાર પછી દુકાન માલિક પોલીસને જાણ કરે છે. પોલીસની બાજુમાંથી આ વાન નીકળતા પોલીસ તેનો પીછો કરે છે. અને પોલીસ ગાડી ઉભી રાખવીને અંદર બેઠેલા યુવકને બહાર કાઢીને મારવા લાગે છે તે સમયે નાનો બાળક ત્યાં આવે છે. અને પોલીસને આ યુવકને છોડી દેવા માટે વિનંતી કરે છે. ત્યાર પછી પોલીસ બાળકને પુછે છે શું થયું હતું ? અને તે સમયે સમગ્ર ઘટના બાળક જણાવે છે.
ગઈકાલે આ યુવક તેની ચા ની દુકાને ગયો હતો. અને ચા મંગાવી હતી તે સમયે નાના બાળકે તેને ચા આપી હતી. ત્યાર પછી નાનો બાળક કોરા કાગળ ઉપર ચિત્ર દોરવા માટે બેસી જાય છે. ચા પીધા બાદ યુવક દુકાનદારને કહે છે કે, હું કાલે ચાના પૈસા આપો તો ચાલશે. આ વાતને લઈને યુવક અને ચાની દુકાનના માલિક વચ્ચે રકજત શરૂ થઈ જાય છે. ઉધાર પૈસા લખવા માટે દુકાન માલિક લખવા માટે કાગળ અને પેન ગોતે છે તે સમયે નાના બાળક પાસે કાગળ અને પેન હતું તે જોઈને દુકાનદારે તેને ખિજાઈને કહે છે કે, તારે શું બનવું છે ચૂપચાપ કામ કર!
આ બધું જોઇને યુવક દુકાનના માલિક ને કહે છે કે, આ બાળકને સ્કૂલે જવાનો સમય છે. જેના કારણે યુવક અને દુકાનદાર વચ્ચે ફરી બોલચાલ થઈ જાય છે. અને થોડા દિવસ પછી યુવક પાછો નાના બાળક પાસે આવીને તેનું નામ શું છે. બાળકનું નામ કિશોર જણાવે છે. યુવક બાળકને પુછે છે કે, શું તને ચિત્રકામ ગમે છે. બાળક તરત જ હા કહે છે અને ત્યાર પછી યુવક તેને પેન્સિલ અને કોર પેજ આપે છે. બાળક પણ પોતે બનાવેલાં ચિત્રો યુવકને બતાવે છે.
View this post on Instagram
#universalchildrensday #childrensday #education #childeducation #instalove #laughingcolours
યુવક બાળકને પુછે છે કે, તો તુ સ્કૂલે જાય છે? બાળક ના પાડે છે. અને યુવક કહે છે તેને સ્કૂલે જવું ગમે છે. બાળક પરત જ હા પાડે છે. અને કહે છે, મારે પણ સ્કૂલે જવું છે. બાળકને સ્કૂલે મોકલવા માટે યુવકે તેનું કિડનેપિંગ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસમાં આ યુવકને મદદ કરે છે. ત્યારબાદ પોલીસ જાની દુકાને જઇને દુકાનના માલિક ને સસ્પેન્ડ કરે છે.
આ સમગ્ર ઘટના એક બાળમંજૂરીના મામલે બનાવવામાં આવી છે. અને લોકોમાં એક સંદેશ આપે છે કે, બાળકોને ભણવાની ઉંમર માં તેમની પાસે બાળ મજૂરી કરાવી ન જોઈએ. આ વિડીયો દ્વારા જાણવા મળે છે કે, બાળ મજૂરી કરતા બાળકોને પણ ભણવાની ઇચ્છા તો હોય જ છે પરંતુ મજૂરીને કારણે બાળકો ભણી શકતા નથી. 14 વર્ષની નીચેના દરેક બાળકોને ભણવાનો અધિકાર હોય છે.
અહીં આપેલ વિડીયો કોઈ સાચી ઘટના નથી, પરંતુ દેશના તમામ નાગરિક સુધી પહોચાડવાનો એક સંદેશ છે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.