ગુજરાત(Gujarat): આડેધડ માટીકામ, ખોદકામ કરવાને કારણે તેનો કયારેક નિર્દોષ લોકો પણ તેનો ભોગ બનતા હોય છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન રાખીને જ બેસી રહે છે. ત્યારે આવો જ એક બનાવ સમઢિયાળા( Samadhiyala) ગામે બનવા પામ્યો છે જેમાં રમતા રમતા એક બાળક અચાનક ખાડામાં પડી ગયું હતું અને અંતે મોત નિપજતા ભારે અરેરાટી મચી જવા પામી છે.
જો વાત કરવામાં આવે તો, તળાજા(Talaja) તાલુકાનાં સમઢિયાળા ગામે નદી કિનારે રહેતાં ભીમભાઇ ભોજાભાઈ દેસાઈના પુત્ર ધ્રુવિલ રમતાં રમતાં ઘર બહાર નીકળી ગયો હતો અને નદીમાં જેસીબી દ્વારા અગાઉ માટી કાઢેલ ખાડો હોય, અચાનક પાણીની અંદર ઊંડા ખાડામાં લપસી ગયો હતો અને ત્યારબાદ ડુબી જવાથી કરુણ મોત નિપજયું હતું, બે મહિના પહેલાં જ આજ નદીમાં દિહોરનાં યુવાનનું મોત થયુંહતુ.
આપણે સૌ જાણીએ છીએ કે, સરકારી કે પ્રાઇવેટ કામો જલસંચય માટે જરૂરી છે. પણ આડે ધડ ખાડા ખોદી નાખવાથી વારંવાર આ પ્રકારના અકસ્માતો સામે આવતા રહે છે જે બાબતે ખરેખર ખેડૂતો, માટીકામ કરતાં માણસો અને જેતે અધિકારી ગ્રામ પંચાયતોને તેની કાળજી રાખી રાખવી જોઈએ, તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, જેમ ફાવે તેમ માટીકામ, ખોદકામ કરવાને ઘણી વખત નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. પરંતુ હાલમાં તો આ નાના એવા બાળકના મોતથી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને માતમ છવાઈ જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.