રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીના કારણે કંટાળીને આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. સમગ્ર ઘટના અંગેની જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં બીજા માળમાં પોતાના પરિવાર સાથે રહેતા જમનાબેન અરજણભાઈ સોલંકી નામના એક વૃદ્ધાએ સાતમાં માળેથી નીચે ઝંપલાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગેની જાણ બી ડિવિઝન પોલીસને થતા બી ડિવિઝન પોલીસની ટુકડી તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે આ ઘટના અંગેની કાર્યવાહી પૂર્ણ કરીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા એફ.આઇ.આર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જાણવા મળ્યું હતું કે, વૃદ્ધા જમનાબેન ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતા. તેમના પરિવારજનોએ વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો તેવું જાણવા મળ્યું હતું.
સીસીટીવી વિડીઓમાં તમે જોઈ શકો છો કે વૃદ્ધા જમનાબેને ગાઉન પહેર્યું છે. તેઓ પગરખા પહેર્યા વગર જ પોતાના બીજા માળેથી સાતમાં માળે પહોંચી જાય છે. ત્યારબાદ તે વૃદ્ધા સાતમાં માળની બાલ્કનીની પાળી ઉપર ચડી જાય છે નીચે ઝંપલાવતી વખતે ડર ન લાગે તેથી તે ઉંધા ફરીને ઝંપલાવે છે. પોલિસના જણાવ્યા મુજબ મૃતક જમનાબેનના ત્રણેય સંતાનો ઇમિટેશન જ્વેલરીના દંધા સાથે જોડાયેલા છે. ઘરના વડીલ અને આધારસ્તંભ ગણાતા માતાએ આપઘાત કરી લેતા સોલંકી પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.