નજર હટી દુર્ઘટના ઘટી: બાઈક ચલાવી રહેલો યુવક અચાનક જ ધડામ કરતો ડિવાઇડર સાથે અથડાયો અને પછી…- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ બોલી ઉઠશો કે, નજર હટે તો દુર્ઘટના ઘટે તે તો સ્વાભાવિક વાત છે.

થાઇલેન્ડનો એક રૂવાડા ઉભા કરી દે તેવો એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં એક બાઈક સવાર પુર ઝડપે જઈ રહ્યો હતો અને સીધો જ ડિવાઈર સાથે અથડાયો હતો. ચોંકાવનારા આ દ્રશ્યો પાચલ કાર ચલાવી રહેલા કારચાલક દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ વિડીઓને જોઇને હર એક વ્યક્તિ અચાનક જ દંગ રહી જાય છે.

દરરોજ અકસ્માતને કારને વિશ્વભરમાં અનેક લોકોના મૃત્યુ થાય છે. તો કેટલાય વ્યક્તિ ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે જેમાં તે પોતાનો હાથ કે પગ ગુમાવી દે છે અને અંતે આજીવન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વીડીઓમાં રસ્તા વચ્ચે ચલાવી રહેલો બાઈક ચાલક અચાનક જ ડિવાઇડર સાથે અથડાઈ ગયો હતો અને રસ્તા પર ઢસડાઈ ગયો હતો. પરંતુ સદનસીબે બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો નહોતો અને રસ્તા પર પડ્યા બાદ તે ઉભો થયો હતો. અચાનક જ રસ્તા વચ્ચે મોટરસાયકલ વિચલિત થઈ ગઈ હતી અને બાજુમાં રહેલા ડિવાઈર સાથે અથડાયો હતો અને થોડે સુધી ઘસડાણો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *