દેશમાં તેમજ ખાસ કરીને તો ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે. રાજ્યમાં મોટાભાગે તો માર્ગ અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે કેટલાક લોકોને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક અક્સ્માતની ઘટના રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી સામે આવી રહી છે.
રાજ્યમાં આવેલ આણંદ જીલ્લાના સોજીત્રા પાસેથી પસાર થતી કેનાલમાં મંગળવારનાં રોજ મોડી સાંજે નાનો ટેમ્પો ખાબક્યો હતો. આ ટેમ્પામાં કુલ 17 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં કુલ 2 લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે કુલ 12 મુસાફરોને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યાં છે.
જ્યારે કુલ ૩ લોકો પાણીમાં તણાતા લાપત્તા બન્યા છે. હાલમાં તેમની તપાસ ચાલી રહી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે સોજિત્રા સીમમાંથી પસાર થતી મોટી નહેરની નજીક સાંકડો રસ્તો છે. ત્યાંથી મંગળવારે મોડી સાંજે નાના ટેમ્પો ચાલકે સામેથી વાહન આવતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
જેને લીધે કુલ 17 ખેતમજૂરોથી ભરેલ નાનો ટેમ્પો કેનાલમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા તથા એમણે કુલ 12 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યાં] હતા. જો કે, ડૂબી જવાને લીધે કુલ 2 મહિલાઓના મોત થયા હતા.
જ્યારે કુલ ૩ વ્યક્તિ લાપત્તા થઈ છે. મંગળવારની સવારમાં કુલ 8 મહિલા સહિત કુલ 16 ખેતમજૂરો સોજિત્રા ગામે ડાંગર કાપવા માટેની મજૂરીકામે ગયા હતા. આ દરમિયાન મજૂરીકામ પૂરૂં કરીને સાંજનાં 6 વાગ્યે તેઓ ઘર બ્વાજુ પાછા ફરી રહ્યા હતા. ચાલક લલિત તળપદા પુરઝડપે સોજિત્રાની સીમ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
એ સમયે અચાનક સામેથી વાહન આવતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો તથા એમની ટેમ્પો પાસેથી પસાર થઈ રહેલ કેનાલમાં ખાબકી ગઈ હતી. આ ઘટના પછી બૂમાબૂમથી આસપાસના ખેતરના શ્રમિકો અને સ્થાનિક તરવૈયા દોડી આવ્યા હતા અને તેમણે બચાવ કામગીરી હાથ ધરીને કુલ 12 લોકોનાં જીવ બચાવ્યા હતાં.
આ ઘટનાની જાણ આણંદ ફાયરબ્રિગેડ તથા સોજિત્રા અને પેટલાદ પોલીસને કરવામાં આવી હતી. જ્યારે કુલ 2 મહિલા જેમાં ચાલકની પત્ની મધુબેન તળપદા અને સવિતા કનુ તળપદાનું મોત થયું હતું. પાણીનું વ્હેણ હોવાથી અર્જુન મોહન તળપદા, ભારતી રણછોડ તળપદા તથા પારૂલ ચંદુ તળપદા લાપત્તા બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle