સમગ્ર દેશમાં કોરોનાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા 4 વખત લોકડાઉન કરવામાં આવી ચુક્યું છે. લોકો લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને હવે કંટાળી ગયા છે. પરંતુ આણંદની આ ઘટના દરેક લોકો માટે પ્રેરણા દાયક છે. લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને નવરાશના સમયનો સદુપયોગ કરીને આણંદ પાસેના મોગરીગામના માત્ર 12 ધોરણ સુધી ભણેલા એક યુવકે પોતાની આગવી કોઠાસુજથી જૂની બાઇકના એન્જીનનો ઉપયોગ કરી તેમાથી તેને મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે. જેનો ખેતીના વિવિધ કામોમાં ઉપયોગ કરી શકાય છે.
પોતાની હૈયાઉકલત અને કોઠાસૂઝથી કયારેક વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઓછા ખર્ચમાં ઉપયોગી સાધન તૈયાર કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ ચર્ચામાં છે. આણંદના મોગરી ગામના અને મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા હિરેનભાઈ જીતુભાઇ પટેલે હાલમાં લોકડાઉનના સમયનો સારો એવો ઉપયોગ કરી પોતાની આગવી કોઠાસૂઝથી મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું હતું. આ મીની ટ્રેક્ટરનું નિર્માણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરના સંદેશને સાચા અર્થમાં સાકાર કર્યો છે
હિરેનભાઈ જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, બાઇકના એન્જીનમાંથી માત્ર 50 હજારના ખર્ચમાં મીનીટ્રેકટર બનાવ્યું છે. પોતાની પાસે પડેલા જુની બાઈકનું એન્જીન અને પૈડાનો ઉપયોગ કરીને મીની ટ્રેક્ટરની ડિઝાઇન તૈયાર કરી હતી. વેસ્ટમાંથી મીની ટ્રેક્ટરની બોડી અને ડિઝાઇન તૈયાર કરી માત્ર 50 હજાર રૂપિયાના ખર્ચમાં મીની ટ્રેકટર તૈયાર કર્યું હતું. આ ટ્રેક્ટર પ્રતિ કલાક 60 કિમીની ઝડપે દોડે છે. આ ટ્રેકટર ખેતરમાં નાના મોટા કામો ખેડ કરવી, ખેતરમાંથી ઘાસચારો લાવવો, પશુદાણ લાવવું, ખાતર લઇ જવું, પાણીની ટેન્કર લઇ જવી, મેદાનમાં પાણી છાંટવા, દાંતી મારવા જેવા કામો સહેલાઈથી કરી શકાય છે.
આ મીની ટ્રેક્ટર અંગે હિરેનભાઈએ કહ્યું હતું કે, ટ્રેકટરમાં મોબાઈલ ચાર્જર, સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જે નાના ખેડૂતો માટે ખુબજ ઉપયોગી છે. તેમજ ખેડૂતોને ટ્રેકટર ચલાવતા નથી આવડતું તેવા ખેડૂતો માટે તેઓ ટૂંક સમયમાં રિમોટથી સંચાલન કરી શકાય તેવી સિસ્ટમ ટ્રેકટરમાં ફિટ કરશે. આ મીની ટ્રેકટર હાલમાં મોગરી ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ ઉપરાંત, આજથી એક વર્ષ પહેલા હિરેનભાઈએ પોતાના ભાઈ સાથે મળી સ્કૂટરના એન્જીનમાંથી મીની જીપનું પણ નિર્માણ કર્યું હતું. જો તેઓને કોઈ સ્ટાર્ટઅપ કરનાર મળી જાય તો મોટા પાયે મીની ટ્રેકટર ખુબજ સસ્તામાં બનાવી શકાય, જે નાના ખેડૂતો સહેલાઈથી ખરીદી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news