ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હાર્ટઅટેક આવવાના 1 મહિના પહેલા જ શરીરમાં જોવા મળે છે આવા સંકેતો, જાણો વિગતે

હાર્ટ એટકનું નામ સાંભળીને જ લોકો ફફડી ઉઠે છે. હાર્ટ ડિસીઝ પહેલાં મોટી ઉંમરના લોકોને થતાં હતાં પણ હવે 30 વર્ષની ઉંમર વટાયા બાદ હાર્ટ મોટાભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકને ટાળી શકાય છે. જેથી આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું.

– જોર-જોરથી નસકોરા બોલાવવા. રાતે ઘણીવાર ઉંઘ ડિસ્ટર્બ થવાની પ્રોબ્લેમ રહેવી.

– અચાનક બહુ જ ગરમી લાગવી અને ઠંડો પરસેવો થવો.

– છાતીમાં દબાણ થતું હોવાનો અહેસાસ થવો અથવા છાતી પર કોઇએ ભાર મુકયો છે એવું લાગવું.

– માથું, પેટના ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ કારણ વિના સતત દુ:ખાવાનો અહેસાસ થવો.

– ડાબી સાઇડની પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો થવો અને થોડા સમય બાદ       આપમેળે જ સારું થઇ જવું।

– છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.

– અચાનક શ્ર્વાસ લેવામાં પરેશાની થવી અથવા તો હાર્ટ બીટ તેજ થઇ જવી.

– ઇનડાઇજેશન અને વારંવાર વોમિટિંગ જેવું ફીલ થવું અથવા વારંવાર વોમિટ થવી.

– હંમેશા નબળાઇ લાગવી, થોડું કામ કરવાથી પણ થાક લાગવો.

– સતત બેચેની ફીલ થવી, માથું ભમતું હોવાનો અહેસાસ થવો.

– હાર્ટ પ્રોબ્લેમમાં હાર્ટ આખા શરીરમાં યોગ્ય રીતે બ્લડ પંપ કરી શકતું નથી, એવામાં પગમાં સોજાની સમસ્યા થઇ શકે છે.

આ ભૂલો કરવાથી બચો

– દર્દીને સીધો સુવડાવી તેના કપડા ઢીલા કરી દો, જેથી તેેને બેચેની ઓછી ફીલ થાય

– પ્લસ રેટ ઓછો થઇ જાય તો દર્દીની છાતી પર દબાણ આપવાથી થોડી રાહત મળે છે, પરંતુ ખોટી રીત પ્રોબ્લેમ વધારી શકે છે. જેથી ઇન્ટરનેટ પર સીટીઆરની યોગ્ય રીત શીખીને જ કરવું

– દર્દીને કંઇપણ ખાવા-પીવાનું આપવું નહીં. આનાથી સ્થિતિ વધુ બગડી શકે છે

– એસ્પ્રિન બ્લડ કલોટ રોકે છે. જેથી હાર્ટ એટેકના દર્દીને તરત એસ્પ્રિન(જેમ કે ડિસ્પ્રિન) આપવી. પરંતુ ઘણીવાર તેનાથી પ્રોબ્લેમ વધી પણ શકે છે. જેથી ડોકટરની સલાહ વિના કોઇ દવા ન આપવી.

– હોસ્પિટલ લઇ જતી વખતે દર્દીને સપોર્ટ આપવાની ભુલ ન કરવી. તેનાથી દર્દીના હાર્ટ પર દબાણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: