મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચ્યા. રાજ્યપાલ કુંભ જવા માટે સરકારી વિમાન સ્ટેટ હેંગર પર વિમાનમાં બેઠા ત્યારે ટેક ઓફ લેતા સમયે વિમાનનું એન્જિન જામ થઇ ગયું. ત્યારબાદ તત્કાલ વિમાનને રોકી દેવામાં આવ્યું. બધા અચાનક ખૂબ જ ચિંતામાં એટલે પડી ગયા કે પ્લેને ઉડાન ભરી નહીં તો મોટો અકસ્માત સર્જાઇ શકયો હોત.
કહેવાય છે કે રાજ્યપાલ આનંદીબેન પટેલ કુંભમાં સામેલ થવા પ્રયાગરાજ જઇ રહ્યા હતા. પરંતુ વિમાન ખરાબ હોવાથી તેમણે જવાનું રદ્દ કરવું પડ્યું.
તેઓ પ્લેનમાં બેઠા કે પ્લેનનું એન્જિન જામ
આ અંગે રાજ્યપાલના એડીસી આઇપીએસ વિકાસકુમાર સહેવાલે કહ્યું કે રાજ્યપલ આનંદીબેન પટેલ સોમવારના રોજ અઢી વાગ્યે કુંભ જવા માટે સરકારી વિમાન સ્ટેટ હેંગર પર પહોંચ્યા. અહીં જેવા તેઓ પ્લેનમાં બેઠા કે પ્લેનનું એન્જિન જામ થઇ ગયું. તેના લીધે પ્લેન ઉડાન ભરી શકયું નહીં.
કાર્યક્રમ કર્યો રદ્દ…
આનંદીબેને પ્લેનમાં ટેકનિકી ખરાબી આવ્યા બાદ કુંભમાં જવાનું રદ્દ કરી દીધું. કહેવાય છે કે કુંભમાં તેમનો ખાસ કાર્યક્રમ હતો. જો કે આ અંગે કોઇ સત્તાવાર માહિતી મળી નથી.
આનંદીબેન માઘ પૂનમ પર સંગમ સ્નાનમાં ભાગ લેવા જવાના હતા…
કુંભ મેળા સ્થિત ત્રિવેણી સંકુલમાં તેઓ જવાના હતા. અહીં તેઓ માઘી પૂર્ણિમાના અવસર પર સંગમ સ્નાન બાદ હનુમાન મંદિર, અક્ષયવટ અને સરસ્વતી કૃપના દર્શન કરવાના હતા, પરંતુ તેમનો કાર્યક્રમ રદ્દ થઇ ગયો.