ગુજરાત: રાજ્યના (Gujarat) પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Aanandiben patel) ના નજીકના ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી (New Chief minister) બન્યા છે ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ પછી આજે બપોરના સુમારે નવા મંત્રીઓની પણ શપથધિવિ યોજવામાં આવશે.
આનંદીબેન પટેલ આગામી શનિ-રવિ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને રોકાવાના છે કે, જ્યાં તેઓ નવા મુખ્યમંત્રી તથા નવા મંત્રીઓની સાથે મુલાકાત કરશે. આની સાથે જ નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળથી નારાજ મંત્રીઓ પણ આનંદીબેનની મુલાકાત લઈ શકે છે.
નવા સીએમની નિમણૂકમાં બેનના જૂથનું વર્ચસ્વ:
આનંદીબેન પટેલની રાજ્યની મુલાકાત ભાજપના રાજકારણ માટે સૂચક મનાઈ રહી છે ત્યારે સામાન્ય રીતે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ હોવાને લીધે પ્રોટોકોલ મુજબ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી શકશે નહીં. જેને પરિણામે CM સહિત મંત્રીમંડળની શપથવિધિમાં તેઓ હાજર રહી શકશે નહીં.
જયારે શનિ-રવિમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તેમને મળવા માટે તેઓના નિવાસસ્થાને જશે. ખાસ કરીને તો ગુજરાતના નવા મુખ્યમંત્રીની નિમણૂકમાં આનંદીબેન પટેલ જૂથનું વર્ચસ્વ વધારે હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે એમની ગુજરાતની મુલાકાત ખરી સાબિત થશે.
ઘાટલોડિયાની બેઠક ટિકિટ માટે ‘બેને’ કરી હતી ભલામણ:
નવા CM ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનનાં ખાસ હોવાનું ભાજપના નેતાઓ જાણે જ છે. કારણ કે, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012માં આનંદીબેન પટેલ ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2017માં આનંદીબેન પટેલ ચૂંટણી લડવાની ના પાડતા ઘાટલોડિયા બેઠક પર તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવાની ભલામણ કરવામાં આવી હતી.
જયારે આ સમયે ભાજપના અમિત શાહ તથા આનંદીબેન જૂથની ટિકિટની લડાઈ ચાલતી હતી કે, જેથી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ચૂંટણી લડાવવા માટે આનંદીબેને એડીચોટીનું જોર લગાવ્યું હતું તેમજ છેલ્લે ઘાટલોડિયાની બેઠક પર બેનની ભલામણથી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
બેનના આશીર્વાદ હંમેશાં રહ્યા છે અને રહેશે: CM ભુપ્રેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા તથા અમિત શાહનો ખુબ-ખુબ આભાર માનું છું. ગુજરાતના CR પાટીલ તેમજ વિજય રૂપાણીની ટીમનો આભાર માનું છું. આનંદીબેનના આશીર્વાદ હંમેશાં સાથે રહ્યાં છે તેમજ રહેશે. ગુજરાતના જે કામો છે. તે અમે સંગઠન તથા સરકારની સાથે મળીને અત્યાર સુધીમાં જે સારા કામો થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.