વિદેશ (Abroad)માં ગુજરાતી (Gujarati)ઓની હત્યા (Murder)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. આઝીમ આફ્રિકા (Africa)ના દેશ કોંગો (Congo)માં કામ કરતા ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ ભારતમાં રહેતા માતા-પિતાની હાલત કફોડી બનવા પામી હતી.
ત્યારે દીકરાના મૃત્યુ બાદ માતા-પિતા આફ્રિકા જવા માંગતા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ લગભગ એક મહિના પછી મળી રહી છે. ત્યારે જ મંગળવારે બપોરના સુમારે દંપતિ હસન અલી ધાનાણી અને તેમના પત્ની રોસીનાબાનુ ધાનાણી ગુલબાઈ ટેકરા સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં પહોંચ્યા હતા. આણંદથી આવેલા આ દંપતિની આંખોમાં દુનિયાભરનું દુઃખ નજરે પડતું હતું. એપોઇન્ટમેન્ટ વગર તો કચેરીમાં એન્ટ્રી પણ મળતી નથી પરંતુ તેમની વિનંતીને માન આપીને પાસપોર્ટ ઓફિસર રૈન મિશ્રાએ તેમની મુલાકાત કરી હતી.
અસામાજિક તત્વોએ યુવકની ગાડી ઉપર હુમલો કર્યો
આ દરમિયાન રેન મિશ્રા મૃતકના માતા-પિતાને પાસપોર્ટ ઓફિસ આવવાનું કારણ પૂછે છે, એવામાં તો પતિ-પત્ની ચોધાર આંસુએ રડી પડ્યા અને તેમણે જણાવ્યું કે, તેમનો યુવાન જ્યોત દીકરો આઝીમ આફ્રિકાના દેશ કોંગોમાં કામ કરતો હતો. ગતરોજ ઓફિસ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે જ સ્થાનિક વિસ્તારના કેટલાક અસામાજિક તત્વોએ તેની ગાડી ઉપર હુમલો કર્યો અને ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા ગંભીર રીતે ગવાયેલા આજીમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ 12 કલાક સુધી મૃત્યુ સામે લડનાર આખરે જિંદગી હારી ગયો.
દંપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ
આ પછી દંપત્તિએ તાત્કાલિક કોંગો જવાની તૈયારીઓ શરૂ કરી પરંતુ તેમની પાસે પાસપોર્ટ નહોતો. કોઈએ સીધા જ પાસપોર્ટ ઓફિસ જઈને તેમની પરિસ્થિતિ અંગે રજૂઆત કરવાનું સૂચન કર્યું. તેમની વાત સાંભળતાની સાથે જ પાસપોર્ટ ઓફિસર મિશ્રાએ પોતાના સ્ટાફના હરેશ માલાણી, પ્રશાંત શર્મા અને અભિષેકને કામે લગાડી દીધા હતા. પુત્રના મોતના સમાચાર સાંભળતા જ ધાનાણી દંપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પાસપોર્ટ મળતા જ દંપતિએ કોંગોના વિઝા મેળવ્યા
દંપત્તિનું દુ:ખ સમજીને કોઈપણ એપોઇન્ટમેન્ટ વગર તેમની પરિસ્થિતિને પ્રાયોરિટી આપીને પાસપોર્ટ ઓફિસ દ્વારા માત્ર અઢી કલાકમાં ધાનાણી દંપતિના પાસપોર્ટ ઈશ્યૂ થઈ ગયા અને તેમને હાથો હાથ પાસપોર્ટ આપી દેવામાં આવ્યા હતા. પાસપોર્ટ મળતા જ તેઓએ કોંગોના વિઝા મેળવી ત્યાં જવાની તૈયારી શરૂ કરી દીધી હતી.
દીકરો ગુમાવનાર માવતર પાસે પાસપોર્ટ ઓફિસના સ્ટાફના આભાર માનવા માટે શબ્દો નહોતા પરંતુ તેમને મૃત દીકરાનું મોઢું જોવા પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓને લીધે મળશે. ઘટનાને પગલે માતા-પિતાની હાલત ખુબ જ કફોડી બનવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.