એરપોર્ટ પર સિમ્પલ લુકમાં દેખાઈ અનન્યા પાંડે, સાદગી જોઈને ચાહકો થયા દિવાના

Ananya Panday in salwar suit at airport: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya in salwar suit) આજકાલ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે.…

Ananya Panday in salwar suit at airport: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya in salwar suit) આજકાલ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. એવી અફવા છે કે, અનન્યા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલા અનન્યા પાંડે (Ananya in salwar suit) મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

તે સમયની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં અનન્યા પાંડે સલવાર સૂટમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે અને આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અનન્યા પાંડેએ સિમ્પલ સ્લીવલેસ સૂટ સાથે પલાઝો પહેર્યો હતો અને તેણે તેની સાથે દુપટ્ટો પણ પહેર્યો હતો.

તે દરમિયાન તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. અનન્યા પાંડેએ આ આઉટફિટ સાથે બ્રાઉન કલરની હેન્ડબેગ કેરી કરી હતી, જેના પર ક્યૂટ ડિઝાઇન હતી. આ તસવીરમાં અનન્યા પાંડે પણ વચ્ચે પેપ માટે પોઝ આપતી જોવા મળી હતી.

અનન્યાની તે સમયના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અનન્યા પાંડે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. જોકે અનન્યા મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર દેખાતી હતી. એક્ટ્રેસની ક્યૂટનેસ જોઈને ફેન્સ પણ તેના દિવાના થઈ ગયા.

એક્ટ્રેસનો આ એરપોર્ટ લૂક ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે અનન્યા ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *