આવું કોઈ સાથે ન થાય! ST બસ નહેરમાં ખાબકવાથી ડ્રાઈવર સહિત 9 મુસાફરોના નીપજ્યા કરુણ મોત

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના પશ્ચિમ ગોદાવરી(West Godavari) જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના મોત(9 deaths) થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં ડ્રાઈવર પણ સામેલ છે. દુર્ઘટનાની તપાસના આદેશ આપતા, સીએમ જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy)એ મૃતકોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દુર્ઘટના બુધવારે પશ્ચિમ ગોદાવરીમાં જંગરેદ્દીગુડેમ મંડલના જલેરુ પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયા છે. બસમાં 47 મુસાફરો સવાર હતા. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્યપાલે અધિકારીઓને ઘાયલોને વહેલી તકે આરોગ્ય સુવિધાઓ આપવાનો આદેશ આપ્યો છે.

મૃતકોના પરિવારજનોને 5-5 લાખની આર્થિક મદદની જાહેરાત
સીએમ જગન મોહન રેડ્ડીએ પશ્ચિમ ગોદાવરીના જંગરેદ્દીગુડેમ મંડલના જલેરુમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે તમામ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે તેમણે વહીવટીતંત્રને ઘાયલોની સારી સારવાર માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે. લાઈવ ટીવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *