ના ના, આ તાલીબાન નહી ભારત છે: PPEકીટની ફરિયાદ કરી તો, સરકારે નોકરીથી કાઢ્યો, પોલીસે હાથ બાંધીને જાહેરમાં માર્યો

ગયા મહિને ડોક્ટરે કોરોનાવાયરસ ના દર્દીઓની સારવાર કરવા માટે સુરક્ષા માટે જરૂરી PPE કીટ ની અછત બાબતે આંધ્રપ્રદેશ સરકાર ને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ નું નિરાકરણ લાવવાને બદલે સરકારે તાનાશાહી કરતાં આ ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો. આંધ્રપ્રદેશમાં વિઝાગ પોલીસ દ્વારા એક ડોક્ટરને ઢસેડીને જાહેરમાં માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. આને લઈને સોશિયલ મીડિયા પર અમુક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ડોક્ટર નું નામ કે. સુધાકર જણાવવામાં આવી રહ્યું છે.

ખાસ વાત એ છે કે આ ડોક્ટરે ગત મહિને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ એટલે કે PPE કિટની અછત બાબતે ફરિયાદ કરી હતી. જેના બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે, સુધાકરને અર્ધનગ્ન કરવામાં આવ્યો છે અને તેના હાથ પીઠ પાછળ બાંધવામાં આવ્યા છે અને પોલીસ તેને માર મારી રહી છે.

આ વિડીયોને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ટ્વીટ કરીને ડોક્ટરને દલિત ગણાવીને તેના માટે ન્યાયની માંગણી કરી હતી.

વિઝાગ પોલીસએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરે દારૂ પીધો હતો અને પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું હતું. પોલીસ કમિશનર આર કે મીણાએ જણાવ્યું કે, ડોક્ટર નશાની હાલતમાં હતો અને તેણે પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું, જેને લીધે તેણે નશામાં એક કોન્સ્ટેબલ નો મોબાઇલ ફોન આચકી લઈને તેને ફેંકી દીધો. આ ડોક્ટર મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.

સુધાકરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો ત્યારે તેનું આલ્કોહોલ લેવલ મેળવવા માટે લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેના ધબકારા અને બ્લડપ્રેશર મોવામાં આવ્યા છે. આ ડોકટરે સ્વાસ્થ્ય તંત્ર વિરુદ્ધ સવાલ કર્યો હતો કે અમે અમારા જીવને જોખમમાં નાખીને દર્દીઓની સારવાર કેવી રીતે કરી શકીએ. એક ખાનગી અખબારના અહેવાલ અનુસાર પોલીસ કમિશનરે કહ્યું છે કે, ડોક્ટર ને મારનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

આ ડોક્ટર એક વીડીયોમાં કહ્યું હતું કે તેઓને હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, એક માસ્ક પંદર દિવસ સુધી વાપરવું પડશે. અને તંત્ર વિરુદ્ધ સવાલ કર્યો હતો કે અમે અમારા જીવને જોખમમાં નાખીને દર્દીની સારવાર કઇ રીતે કરી શકીએ. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં એન્થેસીઓલોજીસ્ટ તરીકે કામ કરી રહેલ ડોક્ટરને વિડીયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *