Andhra Pradesh attacked by dogs: જો વાત કરવામાં આવે તો અવારનવાર અનેક કુતરા કરડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના શ્રીકાકુલમ (Srikakulam) જિલ્લામાં એક કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દોઢ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓએ હુમલો કરીને દર્દનાક મોત આપ્યું હતું. જ્યારે પરિવારજનોએ આ જોયું તો તેઓ તરત જ દોડી આવ્યા અને તેમને કૂતરાઓથી બચાવવા માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકીને તાકીદે હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. હાલમાં તો આ અંગે પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
18 મહિનાની બાળકી પર કુતરાનું ટોળું તૂટી પડ્યું:
મળતી માહિતી મુજબ, આ ઘટના આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના જી.સિંગાદમ મંડલના મેટ્ટાવલાસા ગામમાં બની હતી. અહીં, જી.સિગડમ મંડલ વિસ્તારમાં આવેલા મેત્તવાલસા ગામમાં 18 મહિનાની બાળકી તેના ઘરની સામે રમી રહી હતી. તે જ સમયે, એક સાથે રખડતા કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો.
સગાસંબંધીઓ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ ગયા હતા:
બાળકીના રડવાનો અવાજ સાંભળીને તેના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં કૂતરાએ બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. પરિવારજનોએ કોઈક રીતે બાળકીને કૂતરાઓથી બચાવી અને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી બાળકીને પ્રાથમિક સારવાર બાદ શ્રીકાકુલમની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. શ્રીકાકુલમમાં સારવાર દરમિયાન માસૂમનું મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આખા ગામમાં શોકનો માહોલ છે.
ઘટના અંગે પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે આ મામલો શુક્રવારે સાંજે લગભગ 7.45 વાગ્યાનો છે. અહીં એક 18 મહિનાની બાળકી જ્યારે ઘરની સામે રમતી હતી ત્યારે રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. છોકરીની માતા બીજાના ઘરે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
જ્યારે માતાએ બાળકને કૂતરાઓ દ્વારા હુમલો કરતા જોયો ત્યારે તે દોડી ગઈ. ઉતાવળમાં બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.