તુફાન-ટ્રેલર વચ્ચે સર્જાયો ધ્રુજાવી દેતો અકસ્માત, 4 લોકોના દર્દનાક મોત- વાહનનો તો કચ્ચરઘાણ નીકળી ગયો

Rajasthan Accident News: કાળજું કંપાવી દે તેવો દર્દનાક અકસ્માત (Accident) સામે આવ્યો છે. આ અકસ્માતમમાં બેસણામાં બે પરિવારના સભ્યોને લઈ જઈ રહેલી તુફાન આબુરોડ (Abu…

Rajasthan Accident News: કાળજું કંપાવી દે તેવો દર્દનાક અકસ્માત (Accident) સામે આવ્યો છે. આ અકસ્માતમમાં બેસણામાં બે પરિવારના સભ્યોને લઈ જઈ રહેલી તુફાન આબુરોડ (Abu Road) પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કાકા-ભત્રીજી સહિત 4 લોકોના મોત (4 people died in accident) થયા હતા. 8 ઘાયલોમાંથી 6ની હાલત ગંભીર છે. ઘાયલોને ગુજરાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં 4 લોકોના દર્દનાક મોત:

RIICO સ્ટેશન ઓફિસર સુરેશ ચૌધરીએ જણાવતા કહ્યું છે કે, સિરોહીના અબુ રોડ સ્થિત RIICO વિસ્તારમાં ચંદ્રાવતી કટ પાસે સવારે 8 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તલસારામ (60) પુત્ર બાલુ, તેની ભત્રીજી શાનુ (35) પત્ની કાલુ, પિક્કી (40) અને બુડારામ (48)ના મોત થયા હતા.

બેસણામાં જતો હતો પરિવાર:

તમામ લોકો પાલી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ભાકરીના રહેવાસી છે. આબુ રોડના માવલ તરફ ક્રુઝર સવારો આવી રહ્યા હતા. શાનુના ભાઈનું 5 એપ્રિલે અવસાન થયું હતું. મૃત્યુના ચાર દિવસ પછી બેસણામાં જતા હતા. કારમાં શાનુ અને તલસારામનો પરિવાર હતો.

વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો:

ઓફિસર સુરેશ ચૌધરીએ જણાવતા કહ્યું હતું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઘાયલો લાંબા સમય સુધી વાહનમાં ફસાયેલા રહ્યા હતા. સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી. લોકો ઘટના સ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવાની કવાયતમાં લાગી ગયા હતા. પોલીસે લોકોની મદદથી ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા અને આબુ રોડ પરની હોસ્પિટલમાં લઈ ગયા.

8 લોકો ગંભીર રીતે ઘાયલ:

દર્દનાક અકસ્માતમાં ચંબા બાન (ઉ.વ 40) પત્ની ભુરારામ, કાલ્યા (ઉ.વ 35) પત્ની લક્ષ્મણ, કમલા (ઉ.વ 40) પત્ની માંગીલાલ, ઈન્દ્ર (ઉ.વ 30) પત્ની બગડારામ, પ્યારી દેવી (ઉ.વ 50) પત્ની કુનારામ, સુકી બાઈ (ઉ.વ 60) પત્ની શિવજી, બાબુરામ (ઉ.વ 48) સવરામ (ડ્રાઇવર), લક્ષ્મણ (ઉ.વ 50) પુત્ર બુડારામ ઘાયલ થયા હતા. 6 ગંભીર રીતે ઘાયલોને પાલનપુર (ગુજરાત) રીફર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *