આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ધર્માવરમ (Dharmavaram)માં એક વણકરે રામ(Ram) પ્રત્યે અનોખી ભક્તિ દર્શાવી છે. વણકર જુજારુ નાગરાજુએ 60 મીટર લાંબી અને 44 ઇંચ પહોળી સિલ્ક સાડી(Silk saree) તૈયાર કરી છે. તેના પર તેણે 13 ભાષાઓમાં ‘જય શ્રી રામ(Jai Shri Ram)’ લખ્યું છે.
આ સિલ્ક સાડીને તૈયાર કરવાની સાથે નાગરાજુએ તેના પર 32,200 વખત જય શ્રી રામ લખ્યું છે. દેશમાં લાખો રામ ભક્તો પોતપોતાની રીતે ભગવાનની પૂજા કરે છે. ઘણા લોકો રામ નામ સ્મૃતિ અને રામ નામ પુસ્તિકા દ્વારા દરરોજ ભગવાનનું ધ્યાન કરે છે. આવી સ્થિતિમાં નાગરાજુએ આ સાડીને હાથથી વણાવીને રામ ભક્તિનું વધુ એક દુર્લભ ઉદાહરણ રજૂ કર્યું છે.
‘રામ કોટી વસ્ત્રામ’ આપવામાં આવ્યું નામ:
શ્રી સત્ય સાંઈ જિલ્લાના ધર્માવરમના હેન્ડલૂમ વણકર નાગરાજુએ આ સાડી દ્વારા રામ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ દર્શાવી છે. નાગરાજુએ આ સાડીનું નામ ‘રામ કોટી વસ્ત્રામ’ રાખ્યું છે. આ સાડી 196 ફૂટ લાંબી અને 3.66 ફૂટ પહોળી છે. નાગરાજુએ પોતાના હાથના કૌશલ્યથી તેના પર 13 ભાષાઓમાં હજારો વખત ‘જય શ્રી રામ’ લખ્યું છે. સાડી પર રામાયણના સુંદરકાંડ સાથે સંબંધિત ભગવાન રામની 168 અલગ-અલગ તસવીરો પણ બનાવવામાં આવી છે.
બનાવવા માટે ચાર મહિના, દોઢ લાખ રૂપિયા ખર્ચ્યા:
આ દુર્લભ સાડીને બનાવવામાં નાગરાજુને ચાર મહિના લાગ્યા હતા અને તેમાં 16 કિલો સિલ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરરોજ ત્રણ લોકોએ તેને બનાવવામાં મદદ કરી.
અયોધ્યામાં રામમંદિરમાં ભેટ આપવામાં આવશે:
40 વર્ષીય નાગરાજુએ ‘રામ સે બડા રામ કા નામ’ની ભક્તિને સાકાર કરીને પોતાની અંગત બચતમાંથી 1.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. તે અયોધ્યાના રામ મંદિરમાં સાડી રજૂ કરશે, જેને તે રામાલય કહે છે. 13 ભાષાઓમાં રામ નામ લખીને તેમણે દેશની વિવિધતામાં એકતાનો સંદેશ પણ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.