અમિતાભ બચ્ચન પર ચડ્યો ટાઈગર શ્રોફનો ખુમાર, હવામાં કૂદીને હાઇ કિક સ્ટાઇલની કરી નકલ – જુઓ તસ્વીરો

શું એવું કંઈ છે જે બોલીવુડ (Bollywood)ના મેગાસ્ટાર(Megastar) અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) ન કરી શકે? તેમની નવી પોસ્ટમાં અમિતાભ બચ્ચન સંપૂર્ણ સ્વેગમાં ઊંચી લાત મારતા જોવા…

શું એવું કંઈ છે જે બોલીવુડ (Bollywood)ના મેગાસ્ટાર(Megastar) અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) ન કરી શકે? તેમની નવી પોસ્ટમાં અમિતાભ બચ્ચન સંપૂર્ણ સ્વેગમાં ઊંચી લાત મારતા જોવા મળે છે. ખરેખર, બિગ બીએ ટાઇગર શ્રોફ(Tiger Shroff) સ્ટાર હીરોપંતી 2(Heropanthi 2) ની હાઇ કિક સ્ટાઇલ (Kick style)ની નકલ કરી છે. અમિતાભની કિક જોઈને તમે પણ ચોંકી જશો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

ચર્ચામાં છે અમિતાભની હાઈ કીક:
બોલિવૂડના સૌથી લોકપ્રિય એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે એક્શન સ્પેસમાં એવી છાપ છોડી છે કે અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો પણ ટાઈગરની સ્ટાઈલની નકલ કરતા પોતાને રોકી શક્યા નથી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા પર ટાઈગરના એક્શન મૂવ્સને કોપી કરીને તેની કેટલીક તસવીરો કોલાજ બનાવીને ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ઉંચી લાત મારતા જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચને હાઈ કિક કરતી વખતે એક ખાસ કેપ્શન સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. અભિનેતાએ લખ્યું- ટાઈગર શ્રોફને આવી ફ્લેક્સિબલ કિક્સ ફટકારીને મળતા લાઈક્સ જોયા પછી મેં વિચાર્યું કે મારે પણ આનો પ્રયાસ કરવો જોઈએ. આશા છે કે મને પણ અમુક લાઈક્સ મળશે.

ટાઈગરે વ્યક્ત કરી આ ઈચ્છા:
આ જોઈને ટાઈગર શ્રોફ બિગ બીના ઈશારાથી એટલો ખુશ થઈ ગયો કે, તેણે મિસ્ટર બચ્ચનનો આભાર માન્યો અને પોતાની ખુશી વ્યક્ત કરી. ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમિતાભની કિકના વખાણ કરતા મેગા સ્ટારના ફોટા શેર કર્યા છે અને તસવીરો સાથે એક ખાસ નોંધ પણ લખી છે.

ટાઈગરે લખ્યું- જો હું થોડા વર્ષો પછી તમારી જેમ લાત મારી શકું તો તે મારા માટે આશીર્વાદ હશે. તે જ સમયે, ચાહકો પણ અમિતાભની આ શૈલીથી ખૂબ પ્રભાવિત છે. એક યુઝરે લખ્યું- નંબર 1, બીજા યુઝરે લખ્યું- સર તમારી સરખામણી કોઈ સાથે ન થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *