મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સિંગરૌલી(Singrauli)માંથી તંત્રને નીચું જોવડાવે તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ(Ambulance) ન મળતાં નિઃસહાય પિતાએ પોતાના નવજાત બાળકના મૃતદેહને બાઇકની ડીક્કીમાં લઇ ગયા હતા. તેમનું ગામ સિંગરૌલી હેડક્વાર્ટરથી 50 કિમી દૂર છે. અગાઉ દંપતીએ કલેક્ટર કચેરીએ પહોંચી ફરિયાદ કરી હતી. કલેકટરે એસડીએમને તપાસના આદેશ આપ્યા છે.
જણાવી દઈએ કે, દિનેશ ભારતી બીજપુરનો રહેવાસી છે. બીજપુર ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આવે છે. બીજપુરથી સોનભદ્રનું અંતર 100 કિમી છે. સિંગરૌલી નજીક છે, એટલા માટે મંગળવારે સવારે દિનેશ તેની પત્નીની ડિલિવરી કરાવવા માટે અહીં આવ્યો હતો.
જિલ્લા હોસ્પિટલે પ્રાઈવેટ ક્લિનિકમાં જવાનું કહ્યું:
દિનેશનો આરોપ છે કે તે તેની પત્નીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેને ડૉ.સરિતા શાહના ખાનગી ક્લિનિકમાં જવાનું કહેવામાં આવ્યું. હું ત્યાં ગયો ત્યારે મને 5 હજાર રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું. મારી પાસે માત્ર 3 હજાર રૂપિયા હતા, મેં 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરતાં જ મારી પત્નીને દાખલ કરવામાં આવી.
જ્યારે મૃત બાળક મળી આવ્યું, પછી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું:
અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભમાં મૃત બાળક હોવાનું બહાર આવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાંથી અમને પાછા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મૃત બાળકનો જન્મ જિલ્લા હોસ્પિટલમાં થયો હતો. ડિલિવરી પછી પત્નીની હાલત પણ સારી નહોતી. હોસ્પિટલના લોકોએ એમ્બ્યુલન્સ પણ આપી ન હતી.
કલેકટરે કહ્યું કે, તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે:
સિંગરૌલીના કલેક્ટર રાજીવ રંજન મીનાએ કહ્યું છે કે, એસડીએમને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.