દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રોમાં યુવા યુગલોના અશ્લીલ વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ આ વખતે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક અમ્મા મહિલા એ યુવા દંપતી ઉપર પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે.
મેટ્રોમાં લોકો વચ્ચે આપત્તિજનક પ્રવૃત્તિઓ કરતા પ્રેમી યુગલને જોઇને એક વૃદ્ધ મહિલા તેમના પર ગુસ્સે થઈ ગઈ અને તેઓને લોકોની ભીડ વચ્ચે જ ઘણું બધું સંભળાવી દીધું.
પ્રેમી દંપતીએ તેમની કઠોર ભાષા ને લઈને વાંધો ઉઠાવ્યો ત્યારે ગુસ્સે ભરાયેલી સ્ત્રીએ તેમને થપ્પડ મારવાની ધમકી પણ આપી હતી. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ દિલ્હી મેટ્રોમાં એક યુવક અને યુવતીનો લિપ લોક કરતો વીડિયો વાયરલ થયો હતો, જેના પર ઘણા સવાલો ઉભા થયા હતા.
જ્યારે યુવક અને યુવતીએ પોતે પુખ્ત વયના હોવાની વાત કરી, ત્યારે વૃદ્ધ મહિલા વધુ ગુસ્સે થઈ ગઈ. મહિલાએ ત્યાં જ તેને માર મારવાની ધમકી આપવાની શરૂઆત કરી દીધી. વિવાદ વધતો જોઈને ત્યાં હાજર લોકોએ મહિલાને શાંત રહેવાની અપીલ કરી હતી પરંતુ મહિલા દંપતી પર સતત ગુસ્સો કરી રહી હતી.
પ્રેમી યુગલ ઉપર ચીસો પાડી રહેલી આ મહિલા બંનેને સંસ્કારની વાતો કરી હતી અને જાહેર સ્થળે આવી પ્રવૃત્તિઓ ન કરવા સૂચના આપી રહી હતી. એટલું જ નહીં, અમ્માએ તે યુવકને નાલાયક અને આવારા પણ કહી દીધું. હવે લોકો સોશ્યલ મીડિયા પર મહિલાની પ્રશંસા કરી રહ્યા છે અને કહે છે કે, આવી હિંમત દરેકને પોર્નોગ્રાફી અંગે જાહેર સ્થળોએ બતાવવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.