ચીનમાં કોવિડ -19 ચેપના ઘટાડાના સકારાત્મક કેસોના અહેવાલો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો ખુબ જુનો હતો પણ હમણાં થોડા સમય પહેલા ફરી એકવાર વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક ડ્રેગન જેવું પ્રાણી આકાશ જઈ રહ્યું છે. એક વ્યક્તિ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ચીસો પાડતો પણ સંભળાઈ રહ્યો છે. કારણ કે ડ્રેગન આકાશમાં જતું જોઈને તે હરખાઈ ગયો છે.
ઘણા લોકોએ વીડિયોને વ્હોટ્સએપ પર શેર કર્યો છે અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દાવો કર્યો છે કે વાયરસ પૃથ્વી છોડીને જતો રહ્યો છે. જ્યારે તેમાંના અડધા લોકોએ તેને મજાક તરીકે લીધો છે. તો વળી કોઈએ આવા વિચિત્ર વીડિયોને વખોડી કાઢ્યો છે. @tohwer નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, ચીનમાં મે આજે જે જોયું તે જુઓ. પૃથ્વીની સપાટી છોડીને કોરોના વાયરસ જતો રહ્યો છે.
See what they saw dis morning in China ??
They believe it’s corona virus leaving d surface of d earth.??
@___FAREED @YusufAishaAbub1 @Realwiz__ @Mr__Kaaleeem @mareeyerhh @Dongarrus1 @__yellows @Waspapping_ pic.twitter.com/a1AzGkilhO— L I K I T R E ?❤️ (@tohwer) March 17, 2020
એક અહેવાલ પ્રમાણે “એન્ટી ફેક ન્યૂઝ વોર રૂમ”(AFWA)એ આ વાયરલ વીડિયોનું ચેકિંગ કર્યું અને એમાં સાબિત થયું કે, સોફ્ટવેર દ્વારા આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ એડિટ કરીને આ વીડિયોને સંપાદિત કરવામાં આવ્યો. એ સિવાય આ વીડિયોમાં બીજું કશું જ નથી. ત્યારબાદ એપ્લિકેશન્સ દ્વારા વીડિયોને વાયરલ કરવામાં આવ્યો છે.
કોરોનાનો કહેર ફેલાવનાર ચાઈનામાં વધુ એક ખતરનાક વાઇરસે કરી એન્ટ્રી- જાણો કેવો છે ખતરો