માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. હાલમાં પણ રાજ્યમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. વાલિયા તાલુકામાં આવેલ કોંઢ ગામમાં રહેતા હર્ષદ વસાવા અને વિનોદ વસાવા ગત સોમવારની મોડી રાત્રે 11વાગ્યાની આસપાસ પોતાની મોટર સાઇકલ પર અંકલેશ્વરમાં આવેલ હેરો કંપનીમાંથી પરત જઈ રહ્યા હતા.
વાલિયામાર્ગ પર આવેલ CNG પંપથી થોડે આગળ બેફામ ઝડપે હંકારતા અજાણ્યા ટ્રક ચાલક તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હર્ષદ વસાવા તથા વિનોદ વસાવાને માથા તેમજ શરીરના બીજા ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને ભાઇઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.
અકસ્માત અંગે સ્થાનિક રહીશો જાણ થતાની સાથે જ લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે GIDC પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવ સંદર્ભે મુતુકઆ કાકાનના દીકરા વિજય વસાવાએ ફરિયાદ નોંધાવતા GIDC પોલીસે અજણ્યા ટ્રકચાલકની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી હતી.
અન્ય એક અકસમાત નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ વર્ષા હોટલ નજીક ભયજનક યુ ટર્ન પાસે સર્જાયો હતો. જ્યાં યુ ટર્ન નજીક આગળ ચાલત અજાણ્યા વાહન પાછળ આઇસર ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. જેની પાછળ આવી રહેલ સરકારી બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ગ્રસ્ત આઇસર ટેમ્પા પાછળ જવા પામ્યો હતો. અકસ્માતના ટેમ્પા ચાલક તથા બસ ચાલકને ઇજા પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle