Foreign liquor seized from Ankleshwar: અંકલેશ્વરની શ્રીધર સોસાયટીના મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખીને એક મહિલા તેનું વેચાણ કરતી હોવાની માહિતી મળતા શહેર એ ડીવીઝન(Foreign liquor seized from Ankleshwar) પોલીસે એક મહિલા સહિત કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જ્યારે એક યુવકને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા ACP મયુર ચાવડાએ આવનાર દિવસોમાં દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન દારૂ અને જુગારની પ્રવૃત્તિ ડામી દેવા આદેશ પણ આપવામાં આવ્યા છે. જે અનુસંધાને અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેર એ ડીવીઝન પોલીસ મથકના PI આર.એચ.વાળા અને સ્ટાફ તેમન વિસ્તારમાં હાજર હતો.
તે સમયે માહિતી મળી હતી કે, જી.ઈ.બી. રોડ ઉપર આવેલી શ્રીધર સોસાયટીના મકાન નંબર બી-29માં રહેતો ઓમપ્રકાશ ઉર્ફે સંતોષ ડાહ્યા પટેલે પોતાના મકાનના પહેલા માળે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. તથા તેની પત્ની ગૌરી પટેલ તેનું છૂટક વેચાણ પણ કરે છે.
પોલીસ ટીમે માહિતીવાળા સ્થળે પહોંચી અને ઘરમાં પ્રવેશી પંચોની રૂબરૂમાં ગૌરી પટેલને સાથે રાખીને તપાસ કરતા ઘરના બેડરૂમના ખુણામાં કાપડના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ 55 નંગ દારૂની બોટલો કિંમત રૂ.63,770નો મુદ્દામાલ મળી પકડી પાડ્યો છે. પોલીસે બુટલેગર ઓમપ્રકાશ ઉર્ફે સંતોષ ડાહ્યાભાઇ પટેલના પત્ની ગૌરી ઓમપ્રકાશ પટેલની ધરપકડ કરી ઓમપ્રકાશને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube