VNSGU ના બાંધકામ વિભાગની ટેન્ડર પ્રક્રિયામાં થયેલ ગેરરીતિની તપાસ કરવા રાજ્યપાલના આદેશ

VNSGU News: સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં(VNSGU News) આવેલા સમગ્ર કેમ્પસમાં સિવિલ રીપેરીંગ, રીનોવેશન અને મેન્ટેનન્સ સ્ટેન્ડરીંગ પ્રક્રિયામાં લાખો રૂપિયાના કામ માટે વર્ષોથી ટેન્ડરિંગ કરવામાં આવે છે. એક જ કન્સ્ટ્રકશન કંપનીને 40 થી 50 જેટલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે જે અંગે સેનેટ સભ્ય ડો.ભાવેશ રબારી દ્વારા તારીખ 09/10/2023ના રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખી યોગ્ય તપાસની રજૂઆત કરવામાં આવી હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં લાખો રૂપિયાના કામો ટેન્ડરિંગ દ્વારા આપવામાં આવે છે. સરકાર અને યુનિવર્સિટીના ઓર્ડિનન્સ-36 નો ઉલ્લેખન કરી ટેન્ડરિંગમાં ચોક્કસ કંપનીના આર્થિક લાભ પહોંચાડવાની ગેરરીતિ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ટેન્ડર્સ સ્પર્ધામાં બે એજન્સીઓ હોવા છતાં યુનિવર્સિટીએ કોઈપણ જાતના કાર્યના દર્શાવ્યા વગર આ બંને એજન્સીને ટેન્ડર નહીં ખોલવાનો નિર્ણય લીધો હતો.

આજ કામ માટે ફરીથી નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ફક્ત બીએસ કન્સ્ટ્રકશન કંપનીએ ટેન્ડર ભર્યું હતું. નિયમ અનુસાર સિંગલ ટેન્ડર હોવાથી રીવાઈન્ડ કરવાના બદલે યુનિવર્સિટી દ્વારા એજન્સી સાથે મેળા પીપળામાં ગેરરીતિ હાજરી આ ટેન્ડર એજન્સીને આપવામાં આવ્યું હતું. બીએસ કન્સ્ટ્રક્શન એજન્સીને 40 થી 50 વર્ષ ઓર્ડર આપવામાં આવ્યા છે અને લાખો રૂપિયાના બિલ પણ ચૂકવવામાં આવ્યા છે.

યુનિવર્સિટીમાં બાંધકામ માટે ટેન્ડરિંગ કરી એજન્સીને આપવું તે પહેલાથી જ નક્કી કરવામાં આવે છે તેવા આક્ષેપો સેનેટ સભ્ય ડો.ભાવેશ રબારી દ્વારા કરવામાં આવ્યા આ સંદર્ભે ડોક્ટર ભાવેશ રબારી એ રાજ્યપાલ સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી યુનિવર્સિટીમાં ટેન્ડરમાં થયેલી અંગે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *