ખંભાતની પાટીદાર દીકરી વગર ટ્યુશને ધો.12 સાયન્સમાં 96.4 ટકા લાવી- રાજ્યભરમાં રોશન કર્યું માતા-પિતાનું નામ

Success story: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ CBSEના પરિણામમાં…

Success story: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ CBSEના પરિણામમાં ખંભાત (Khambhat)ની નામાંકિત ગણાતી મુનિ યુનિવર્સલ શાળા (Muni Universal School)નું ઝળહળતું પરિણામ આવ્યું હતું. જેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની હેપ્પી પટેલે (Happy Patel) 96.4 % સાથે શાળાને જિલ્લાભરમાં ગૌરવ અપાવ્યું હતું.

મહત્વનું છે કે, હેપ્પીએ એડિશનલ વિષય તરીકે ફિઝિકલ એજ્યુકેશનમાં 98% તથા કેમેસ્ટ્રી અને અંગ્રેજીમાં 96% પ્રાપ્ત કર્યા છે. અત્રે ઉલ્લખનીય છે કે, હેપ્પી પટેલે કોઈપણ પ્રકારના ટ્યુશન વિના માત્ર શાળામાં અભ્યાસ અને ઘરે રિવિઝનનો શિડ્યુલ બનાવીને આ પરિણામ મેળવ્યું છે. તેણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યાદ રહી જાય તે પ્રકારે ચેપ્ટર વાઈઝ અભ્યાસ કરાવવામાં આવતો હતો. જેથી મે શરૂઆતથી જ એક શિડ્યુલ બનાવ્યું હતું.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, જેમાં સવારે બે કલાક અને બપોરે શાળાથી આવ્યા પછી પાંચ કલાક સુધી વાંચન અને શાળામાં ભણેલા વિષયનું રિવિઝન કરતી હતી. શાળામાં પણ કોઈ પણ પ્રશ્નમાં શંકા હોય તો શિક્ષકો દ્વારા તેનું નિરાકરણ લાવી આપવામાં આવતું હતું. જેથી મારી વિષય પરની પકડ મજબૂત બનતી હતી. આ સાથે સાથે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરની રૂબરૂ મુલાકાત લઈને અભ્યાસલક્ષી ચર્ચા વિચારણા પણ કરવામાં આવતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેપ્પી પટેલના માતા પિતા પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને પિતા વ્યવસાયી છે. જ્યારે ભાઈ ધોરણ છમાં અભ્યાસ કરી રહ્યો છે. પરિણામ પછી હવે દિલ્હી કે રાજકોટમાં AIMSમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું તેને જણાવતા કહ્યું હતું. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા સહ પરિવાર હેપ્પીના ઘરે ગયા હતા અને 25 હજારનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *