સુરત SOG પોલીસને મળી મોટી સફળતા: 4 કરોડથી વધુના ચરસ સાથે 3 આરોપીની ધરપકડ

Charas worth 4 crores seized from Surat: સુરત શહરે પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાાં છેલ્લા ઘણા સમયથી નાકોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કરવામાાં આવેલ છે. જે અભિયાન અંતગત સુરત શહરે પોલીસ નાકોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાાં સફળ રહેલ છે. અવાર-નવાર ગ્સ સહિતના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવતાં હોય છે.

ત્યારે થોડા સમય અગાઉ, હજીરાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો(Charas worth 4 crores seized from Surat) મળી આવ્યો હતો. આ ચરસના જથ્થાને બે યુવકો દ્વારા દરિયા કિનારે અવાવરૂ જગ્યાએ દાંટી દઈને બાદમાં અન્ય સાથે મળીને વેચાણ માટે લાવવાનું શરૂ કરાયું જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની અફીણના મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પોલીસ કમિશ્નર અજય તોમરનું નિવેદન આપતાં કહ્યું કે, ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજી-પીસીબીને મળી હતી. જતિન ઉર્ફે જગુ નામના શખ્સને રાંદેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે.

અફીણનો જથ્થો હજીરાના નિલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક દ્વારા આ જથ્થો આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને મિત્રો હજીરા દરિયા કાંઠે ફરવા ગયા હતા. જે વેચાણ અર્થે જતીનને આપ્યો હતો. તમામ અફીણના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાંટી દીધા હતા. જેમાંથી બે પેકેટ વેચાણ અર્થે લઈ લીધા હતા.

છુપાવી રખાયેલા ચરસના જથ્થામાંથી છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડથી વધુની કિંમતનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રત્યેક કિલોનો 50 લાખ રૂપિયાનો ભાવ હોવાનું જાણવા મળ્યું છે. શહેર પોલીસની સતર્કતના કારણે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક ગ્રામ,બે ગ્રામ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા બાકી જથ્થો જમીનમાં દાંટવામાં આવ્યો હતો. તે કબ્જે કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ પણ સુંવાલી બીચ પરથી આ પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પ્રકારની બનતી ઘટનાને લઈ માછીમારો સાથે શહેર પોલીસ સતત સંપર્કમાં છે.જેના કારણે આ પ્રકારે ચરસ સહિતના નશાકારક પદાર્થોને ઝડપવામાં પોલીસને સફળતા મળી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *