રાજ્યમાં એકસાથે સર્જાયા 2 અકસ્માત- બનાસકાંઠામાં વાહન ચાલકે સ્કૂટરને ટક્કર મારતા 2નાં મોત, રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ

Published on Trishul News at 12:05 PM, Fri, 29 September 2023

Last modified on September 29th, 2023 at 1:58 PM

Amirgarh Accident News of Banaskantha : રાજયમાં અકસ્માતમાં કિસ્સાઓ વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે. બેફામ ડ્રાઇવિંગને કારણે ઘટનાઓ ઘટતી રહે છે, જાણે કોઈને કાયદા-કાનુનનો ડર જ ના રહ્યો હોય તેવી લાગી રહ્યું છે. યુવાનો તો પોતાની મોજ માં જ ગાડી ચલાવતા હોય છે, તેઓ વિચારતાં પણ નથી કે સામે વાળાનું શું થશે?  આ દરમિયાન આજે વધુ બે અકસ્માત (Banaskantha Accident News)ની ઘટના સામે આવી છે.

બે અકસ્માતમાં 2 ના મોત

બંને ઘટનામાં 2 વ્યક્તિના કરૂણ મોત નીપજ્ય છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પ્રથમ ઘટના બની છે. જેમાં  અમીરગઢ પાસે અકસ્માતમાં સ્કૂટર સવાર 2 વ્યક્તિના મોત નીપજ્ય છે, તો બીજી બાજુ રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ બંને ઘટનાઓને લઈ હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના અમીરગઢમાં વાહન ચાલકે સ્કૂટરને ટક્કર મારતા 2નાં મોત

બનાસકાંઠાના અમીરગઢમાં આવતા ધનપુરા પાટીયા નજીક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ હિટ એન્ડ રનની ઘટનામાં સ્કૂટર સવાર બે વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું છે. રાત્રી દરમ્યાન અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બે વ્યક્તિના મોત થયા હતા. ઘટનાને લઈ અમીરગઢ પોલીસે હાલ ટક્કર મારનાર અજાણ્યા વાહન ચાલકની શોધ હાથ ધરી છે.

રાજકોટ- અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ

બનાસકાંઠામાં અકસ્માતથી 2 ના મોત થયા ત્યાં બીજી બાજુ રાજકોટ-અમદાવાદ હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિત મુજબ, નાગજીકુમાર ખાણીયા નામના વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. જેમાં ટેમ્પો ચાલકે મોટર સાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ તમામ ઘટનાને લઈ વાહન ચાલક વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ.

Be the first to comment on "રાજ્યમાં એકસાથે સર્જાયા 2 અકસ્માત- બનાસકાંઠામાં વાહન ચાલકે સ્કૂટરને ટક્કર મારતા 2નાં મોત, રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ"

Leave a comment

Your email address will not be published.


*