થોડા દિવસ પહેલાં જ ભારતને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતને લઈ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા દ્વારા કુલ 6 ભારતીય ખેલાડીને શાનદાર ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, સ્પિનર વોશિંગ્ટન સુંદર તથા ઓપનર શુભમન ગિલને THAR-SUV કાર ભેટમાં આપવામાં આવશે.
હાલમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે કુલ 4 ટેસ્ટની સિરિઝમાં 2-1થી હાર આપી હતી. સિરિઝની અંતિમ તથા નિર્ણાયક મેચ બ્રિસ્બેનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની બાગાના મેદાન પર 32 વર્ષ પછી સૌપ્રથમ વખત હાર થઈ હતી.
6 યુવા ખેલાડીઓએ મળીને રચ્યો ઈતિહાસ :
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 6 યુવા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટ સિરિઝમાં ડેબ્યૂ કર્યું (શાર્દૂલ ઠાકુરની બીજી મેચ હતી). તેમણે નવી પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે, તેઓ પણ પોતાના સ્વપ્નન પૂર્ણ કરી શકે છે.
તેમણે લખ્યું હતું કે, તેમના (યુવા ખેલાડીઓ)ના ઉદય થવાની ખરી કહાની છે. તેમણે વધારે સારું કરવા માટે અઘરી સ્થિતિ પર અંકૂશ મેળવીને યુવા પેઢી માટે એક સકારાત્મક પ્રેરણા આપી છે. આ ખેલાડીઓને THAR SUV ભેટમાં આપતા મને ખુબ આનંદ થઈ રહ્યો છે.
મોહમ્મદ શમી, શાર્દુલ, શુભમન, નટરાજન, નવદીપ અને વોશિંગ્ટને ખુબ શાનદાર રીતે પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના ઉપર વિશ્વાસ કરીને ઈતિહાસ સર્જ્યો છે. આ જાણકારી ભારતની ટીમ માટે ખુબ ગર્વની બાબત છે ત્યારે ખેલાડીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.
સિરાજ પિતાને છેલ્લી વાર મળી શક્યો નહીં :
સિરાજ જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતો ત્યારે સિરિઝ પહેલાં તેના પિતા મોહમ્મદ ગૌસનું હૈદરાબાદમાં નિધન થયુ હતું. સિરાજ અંતિમ વાર પણ પિતાને મળી શક્યો ન હતો. ટીમ તરફથી પરવાનગી મળી હોવાં છતાં તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ રહેવાનો નિર્ણય લીધો હતો. સિરાજ તેના પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે ઈચ્છતો હતો. જો કે, ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ બનાવ્યા પછી દેશ પરત ફરીને તે સીધો પિતાની કબર પર પહોંચ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle