હૃદય દ્રાવક ઘટના: 10 વર્ષીય દીકરાને સગા બાપે જ ટર્પેનટાઈન છાંટીને જીવતો સળગાવી દીધો- કારણ છે ખુબ ચોંકાવનારૂ

કોરોનાને કારણે થોડા સમય પહેલાં જ મહિનાઓ સુધી બંધ પડેલ શાળા-કોલેજોની ફરી એકવાર શરૂઆત થઈ ચુકી છે. આવા સમયમાં એક ખુબ વિચિત્ર ઘટના સામે આવી…

કોરોનાને કારણે થોડા સમય પહેલાં જ મહિનાઓ સુધી બંધ પડેલ શાળા-કોલેજોની ફરી એકવાર શરૂઆત થઈ ચુકી છે. આવા સમયમાં એક ખુબ વિચિત્ર ઘટના સામે આવી છે. હૈદરાબાદમાંથી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી રહી છે. 10 વર્ષીય બાળકને તેના પિતાએ જીવતો સળગાવી દીધો હતો.

બાળકને ખુબ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકે બીડી લાવવામાં વિલંબ કરતા ગુસ્સે ભરાયેલા પિતાએ તેને ઢોર માર માર્યો હતો. ત્યારબાદમાં તેને દીવાસળી ચાંપીને આગ લગાડી દીધી હતી. જેને લીધે માસુમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

બાળકે બિડીનું બંડલ લાવવામાં વિલંબ કર્યો હતો:
પોલિસ પાસેથી મળી રહેલ જાણકારી મુજબ આ ઘટના ગત રવિવાર રાતની છે કે, જ્યારે બાળકના પિતા આર.બાલુએ બીડીનું બંડલ લાવવામાં બાળકે વિલંબ કરતા તેમજ અભ્યાસમાં સારો દેખાવ ન કરતા સગા દિકરાને આગ ચાંપી દીધી હતી. બાળકને ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જે 80% થી વધુ દાઝી ગયો છે તેમજ શરીરના અંગો ગંભીર રીતે નુકસાન પામ્યા છે.

પિતાએ કહ્યું: લોકડાઉનમાં દિકરો ભણતો ન હતો અને તોફાની થઈ ગયો હતો…
બાળકે મેજીસ્ટ્રેટ સમક્ષ આપેલ અંતિમ નિવેદનમાં આ હૃદય દ્રાવક ઘટનાની જાણ કરી હતી. બાળકે જણાવ્યું હતું કે, તેને પિતા બાલુ તેને આગ લગાડી તેનાં પહેલાં ખૂબ જ માર માર્યો હતો. પિતાએ પણ તેના ગુનાની કબૂલાત કરી લીધી છે. આની સાથે જ જણાવ્યા કહ્યું હતું કે, તેનો દિકરો લોકડાઉન વખતે ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો તેમજ ખૂબ તોફાની થઈ ગયો હતો.

બાળકને ખૂબ જ ઢોરમાર માર્યા પછી તેની ઉપર ટર્પેનટાઈન ઓઈલ છાંટીને માચિસથી આગ લગાડી દેવામાં આવી હતી. આગથી સળગતા બાળકે પિડા સહન ન થતા બૂમો પાડવા લાગ્યુ હતું. આ ઘટનાથી હેબતાઈ ગયેલ પડોશી ત્યાં દોડી આવ્યા હતા તેમજ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પિતાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *