સોનીપત: રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, હરિયાણાના સોનીપતમાંથી ફરીવાર એક હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાની પુત્રીના પ્રેમલગ્નથી એટલો બધો નારાજ હતો કે તેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને હત્યા બાદ લાશને મેરઠ પાસે નહેરમાં ફેંકી દીધી હતી. ભારે મહેનત બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ ઘટના રાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુકીમપુર ગામની છે. મોત પહેલા યુવતીનો વીડિયો પણ સામે આવ્યો હતો.
જેમાં તે કહે છે કે, જો તેનું મોત થાય તો તેના જવાબદાર તેના પિતા, ભાઈ અને તેમના દોસ્તો રહેશે. આ મામલામાં પોલીસ દ્વારા યુવતીના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની નિશાનદેહી ઉપર લાશને ગંગનહેરમાં શોધવા લાગી છે. યુવતીના પતિ દ્વારા તેના પિતા વિજયપાલ અને સંબંધી સહિત ચાર લોકો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું કે, જન્મદિવસ મનાવવાના બહાને તેને ઘરે બોલાવી હતી અને તે થોડે દુર ઊભો રહ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન સામેથી જ તેની પત્નીનું અપહરણ કરીને લઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મુકીમપુર ગામમાં રહેનારી યુવતીએ વર્ષ 2020માં પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના પરિવારજનો વિરદ્ધમાં જઈને ભાગીને લગ્ન કરી લીધા હતા. બંનેના ઘર એક જ ગામમાં પાસે પાસે હતા. ઉપરાંત, બંનેનું ગોત્ર પણ એક જ છે. પરંતુ, યુવતીના પરિજનો ઉપરાંત આંતિલ ખાપના લોકો પણ નારાજ હતા. લગ્નબાદ બંને સંતાઈને રહેતા હતા.
લગ્નની નારાજગીના પગલે યુવતીના પરિજનોએ બંનેને ખોટું કહ્યું કે, હવે તેઓ લગ્ન માટે માની ગયા છે. અને જૂની વાતોને ભૂલીને બંનેને ઘરે પરત આવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બંને સાવધાનીથી સાથે પરિવાર સાથે વાત કરતા હતા. યુવતીના પિતા વિજયપાલને છ જુલાઈએ પુત્રીને ફોન કરીને કહ્યું કે, સાત જુલાઈએ તેનો જન્મ દિવસ છે તો બંને જન્મદિવસ મનાવવા માટે ઘરે આવી જાઓ. આ પ્રસંગે બધા મળીને મીઠાઈ ખાઈશું. જૂની વાતનો ભુલાવીને નવી શરુઆત કરીશું.
ત્યારબાદ બંને વિજયપાલની વાતોમાં આવીને સાવધાની સાથે પિતાને ફોન ઉપર જાણ કરીને રોઈ પોલીસ સ્ટેશન સામે વિજયપાલ કારમાં નામજોગ આરોપીઓની સાથે આવીને પુત્રી કનિકાને છ જુલાઈએ બપોર લઈને ગયા હતા. આ દરમિયાન યુવતીનો પતિ દેવપ્રકાશ તેમની નજરથી દૂર ઊભો હતો.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા કોઈ પગલું ભરવામાં આવ્યું નહીં. ત્યારબાદ 20 જુલાઈએ દેવપ્રકાશ ફરીથી પોલીસ સ્ટેશન જતો હતો. ત્યારે પોતાની પત્નીની હત્યા અને અપહરણ કર્યાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા તપાસમાં યુવતીના પિતાની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાનો ખુલાસો થવા પામ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.