દેશમાં કોરોનાવાયરસ નું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હી પણ કોરોનાવાયરસની ઝપેટમાં છે. આ વચ્ચે દક્ષિણ દિલ્હીમાં કોરોનાવાયરસથી પોઝિટિવ કેસ સાથે જોડાયેલા કેટલાક તથ્યો સામે આવ્યા છે.તથ્ય જણાવે છે કે દક્ષિણ દિલ્હીમાં અત્યાર સુધી જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે ,તે તબલીગી જમાતની નહીં પરંતુ વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉજ અમેરિકાનો એક રીપોર્ટ સામે આવ્યો હતો જેમાં 20 દર્દીઓ સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલ છે.
આંકડાઓ જણાવે છે કે દક્ષિણી દિલ્હી જિલ્લામાં 189 મામલામાં અત્યાર સુધી સામે આવ્યા છે જેમાં ૩૧ ટકા સ્વાસ્થ્ય કર્મીઓ સામેલ છે. પરંતુ સૌથી વધારે ચિંતાની વાત તો એ છે કે આ મામલાઓ રોજ-બરોજ ઝડપથી વધી રહ્યા છે.
જણાવી દઈએ કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ કે અત્યાર સુધી 14 લાખ લોકોના ટેસ્ટ પૂર્ણ કર્યા છે. આ આંકડાઓ 21 જાન્યુઆરીથી અત્યાર સુધીના છે. કેરળમાં ૩૦ જાન્યુઆરીના રોજ કોરોનાવાયરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો.
Icmr અનુસાર દરેક દિવસે 70000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે.દેશમાં 17 મે સુધી lockdown વધારવામાં આવ્યું છે.Lockdown હોવા છતાં સંક્રમણના મામલાઓ દરેક દિવસે વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news