કોરોના થશે તો બતાવી રહ્યો છે આ નિશાન- જાણી લો અને ઓળખો કોરોના પોઝીટીવ ને

આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલી મહામારી કોરોનાવાયરસ દરેક દિવસે નવા નવા લક્ષણો સામે આવી રહ્યા છે. એક હાલની શોધમાં માલુમ પડ્યું છે કે કોરોનાવાયરસ નું ખરાબ અસર માણસની ચામડી ઉપર પણ પડે છે. સ્પેનના કેટલાક ડરમેટોલોજીસ્ટ નું કહેવું છે કે તેમણે કોરોનાવાયરસ દર્દીઓની ત્વચામાં ઘણા અસામાન્ય લક્ષણો જોયા છે. જોકે સ્કિન પર નજર આવતા આવા નિશાનથી દર્દીઓની ઓળખ થઇ શકે છે.

સ્પેનિશ ડરમેટોલોજીસ્ટએ જણાવ્યું કે ચામડી પર નજર આવતા આ ગંભીર બીમારીના લક્ષણો દર્દીઓની ઓળખ કરાવી શકે છે.સ્પેનમાં આ રિસર્ચ સંક્રમિત ઉપરાંત બે અઠવાડિયાથી ચામડી સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા લોકો પર થયું.

1.બ્રિટિશ જરનલ ઓફ ડરમેટોલોજીમાં પ્રકાશિત આ શોધમાં એક્સપર્ટે દાવો કર્યો છે કે કોરોનાવાયરસ ના શિકાર ૧૯ ટકા લોકોના હાથ અને પગ પર છાલા જોવા મળ્યા છે. આ ઉપરાંત ચામડી ઉપર ઘણા અલગ-અલગ પ્રકારના ડાઘાઓ જોવા મળ્યા છે.

2. હાથ પગ ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ આ પ્રકારના છાલા હોઈ શકે છે.9% મામલામાં એવું સામે આવ્યું છે કે જ્યાં હાથ અને પગ ઉપરાંત શરીરના ઉપરના ભાગમાં છાલા કે દાણા મળી આવ્યા છે. લોહીથી ભરાયેલા છાલા ઓ ધીમે ધીમે મોટા થઇ શકે છે.

3. કેટલાક મામલામાં શરીર ઉપર લાલ રંગના ધબ્બા કે પિત જેવા નિશાન પણ જોવા મળ્યા છે.કોરોના સંક્રમિત ઓના 19% મામલામાં શરીર ઉપર લાલ, ગુલાબી કે સફેદ રંગના ધબ્બા ઓ જોવા મળ્યા છે.

4. કોરોના દર્દીઓના લગભગ ૪૭ ટકા દર્દીઓમાં મેક્યુલોપુલ્સની સમસ્યા જોવા મળી છે.આ બીમારીમાં શરીરમાં ચામડી પર ઘાટા લાલ રંગના નિશાન આવવા લાગે છે. ચામડી પર નજર આવનારી આ સમસ્યા પાયોરિયા જેવી ગંભીર રોગની જેમ દેખાઈ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *