ભારતમાં વર્ષ 2020માં વર્ષે સરેરાશ રૂપિયા 20 લાખની બચત કરતા હોય એવા 6.33 લાખ પરિવાર નોંધાયા છે. આ લોકોને ભારતના ‘ન્યૂ મિડલ ક્લાસ’ તરીકે ઓળખવામાં આવ્યા છે. દેશમાં એક મિલિયન ડૉલર એટલે કે રૂપિયા 7 કરોડની નેટવર્થ ધરાવતા 4.12 લાખ પરિવાર છે. તેમાં ટોપ 10 રાજ્યમાં ગુજરાતના 29 હજાર પરિવાર છે. 56 હજાર પરિવાર સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં પ્રથમ ક્રમાંક પર છે. ધનિકની યાદીમાં આવતા દેશના 3000 પરિવાર પાસે સરેરાશ રૂપિયા એક હજાર કરોડની સંપત્તિ છે. આ વિશ્લેષણ હુરુન ઈન્ડિયાના તાજા રિપોર્ટમાં કરવામાં આવ્યું છે.
હુરુનના રિપોર્ટ મુજબ ભારતમાં ઊભરેલા નવા મધ્યમ વર્ગની સામે દેશનો અસલી મધ્યમ વર્ગ છે, જેમની વાર્ષિક આવક વર્ષે સરેરાશ રૂપિયા અઢી લાખથી વધારે છે અને તેમની નેટવર્થ રૂપિયા સાત કરોડથી ઓછી છે. આ કેટેગરીમાં આવતા પાંચ કરોડ, 64 લાખ ભારતીય પરિવારોની આવક તપાસીને આ અંદાજ કાઢવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં ભારતના અતિ ધનિક પરિવારોની આવકને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ પરિવારો વર્ક કોમ્પેન્સેશન, ફિક્સ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ અને શેરબજારમાં રોકાણો ધરાવે છે. આ તેમની મુખ્ય આવક છે. આ ઉપરાંત તેઓ વારસાગત સંપત્તિ, બિઝનેસ તેમજ વિવિધ ઈક્વિટીમાંથી પણ આવક મેળવે છે. આ પરિવારોના રોકાણની પેટર્ન પણ જુદી જુદી છે.
આ પરિવારોમાં કોઈ બિઝનેસની માલિકી ધરાવતા બિલિયોનેર, ઈન્ટરનેશનલ અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ અને ઈન્ડિવિડ્યુઅલનો સમાવેશ થાય છે. આ લોકોની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો તેમના બિઝનેસ સાથે સંકળાયેલો હોય છે. આ ઉપરાંત તેમની રોકાણ કરી શકાય એવી સંપત્તિમાં કેશ રિઝર્વ, ઈક્વિટી સ્ટોક્સ અને પ્રાઈમરી રેસિડેન્સ પણ સામેલ છે.
ભારતીય ધનિકોની આવક મુખ્યત્વે શેરબજારમાંથી થતી હતી. ત્યારથી તેઓ શેરબજારમાં અત્યંત સક્રિય છે. તેમની સરેરાશ બે તૃતીયાંશ સંપત્તિનો હિસ્સો શેરબજારમાં રોકાયેલો છે. આ પ્રકારના પરિવારોને ઈન્ટરનેશનલ અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલમાં મૂકવામાં આવ્યા છે.
તેઓ પોતાની સંપત્તિનું રોકાણ પણ વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓની મદદથી કરે છે. આ રિપોર્ટમાં વર્ષે આઠ આંકડામાં સેલરી લેતા લોકોને ગોલ્ડન કોલર કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ પ્રકારના લોકો સરેરાશ પાંચ વર્ષની બચતનું રોકાણ ઘર અને શેરબજારમાં કરે છે.
દેશમાં સૌથી વધુ 56 હજાર મિલિયોનેર પરિવારો મહારાષ્ટ્રમાં, સૌથી ઓછા 18 હજાર મધ્યપ્રદેશમા છે. હુરુનના રિપોર્ટમાં રાજ્યો પ્રમાણે મધ્યમ વર્ગ અને ધનિક પરિવારોના પણ રસપ્રદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દેશના 70.3% મિલિયોનેર પરિવારો ફક્ત દસ જ રાજ્યમાં રહે છે. દેશમાં સૌથી વધુ 56 હજાર મિલિયોનેર પરિવારો મહારાષ્ટ્રમાં છે. જ્યારે ગુજરાતમાં આવા 29 હજાર પરિવાર છે. એવી જ રીતે, શહેરોમાં પણ મહારાષ્ટ્રનું મુંબઈ શહેર 16,933 પરિવાર સાથે પહેલા ક્રમે આવે છે.
હુરુન ઇન્ડિયાના રિપોર્ટ માટે જે શ્રીમંતોનો સરવે કરવામાં આવ્યો તેમાંથી 72 ટકા લોકોએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ અને શેરબજારને તેઓ રોકાણનું સારું સાધન માને છે. જ્યારે વિદેશપ્રવાસ માટે તેમને સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા અને ત્યાર પછી યુકે સૌથી વધુ પસંદ છે. રોકાણ માટે સિંગાપોર અને યુએઈ પછી અમેરિકા પર પસંદગી ઉતારે છે. વિદેશમાં અભ્યાસ માટે પણ અમેરિકા દરેકનો પસંદગીનો દેશ છે.
હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત નીચે સરક્યું છે. દેશમાં શ્રીમંતોની સંખ્યામાં વધારો થવા છતાં અને ન્યૂ મિડલ ક્લાસમાં વધુ ભારતીયોનો ઉમેરો થવા છતાં દેશનો હેપીનેસ ઇન્ડેક્સ ગયા વર્ષની સરખામણીએ ઘટ્યો છે. ગયા વર્ષે હેપીનેસ ઇન્ડેક્સ 10માંથી 8.5 હતો, જ્યારે ચાલુ વર્ષે હેપીનેસ ઇન્ડેક્સ ઘટીને 10માંથી 7.2 પર આવી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle