સાતમી વખત વંદે ભારતને વલસાડ નજીક નડ્યો અકસ્માત- બળદ અથડાતા 20 મિનિટ સુધી રોકવી પડી ટ્રેન

Vande Bharat train accident: પાટનગર ગાંધીનગર થી મુંબઈ સુધી દોડતી વંદે ભારત ટ્રેનને વધુ એક વખત અકસ્માત(Vande Bharat train accident) નડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ નજીક ટ્રેનને આડે બળદ ઉતરતા વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. મળેલી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક બળદનું મોત થયું છે. જોકે, સદનસીબે ટ્રેનના એન્જિન કે કોચને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું નથી.

પરંતુ આ સમગ્ર દુર્ઘટનાને પગલે ટ્રેનને 20 મિનિટ રોકાવી દેવાની નોબત આવી હતી. ત્યાર બાદ બળદને ટ્રેક પરથી હટાવી ટ્રેનને આગળ જવા દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં વલસાડ જિલ્લા માં જ વંદે ભારત ટ્રેનને ચાર અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારીત સમય અનુસાર ગાંધીનગર થી મુંબઈ જઈ રહી હતી. આ દરમિયાન વલસાડ રેલવે સ્ટેશનથી દૂર આવેલા લોકોસેડ નજીક ટ્રેક પર એકા-એક બળદ આવી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો.

પીએમ મોદીએ 18 મેના રોજ લીલી બતાવી હતી ઝંડી:
તમને જણાવી દઈએ કે હાવડા-પુરી-હાવડા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 18 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. બે દિવસ બાદ વંદે ભારતનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દેશની 16મી વંદે ભારત એક્સપ્રેસ છે અને ઓડિશાની પહેલી છે, જે પવિત્ર શહેર પુરીને પશ્ચિમ બંગાળના હાવડાથી જોડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *