એક દિવસમાં 3 અણધાર્યા મોતની ગુજરાત ફફડી ઉઠ્યું- તમામના હાર્ટ એટેકથી મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા પરિવારો

3 people died of heart attack in Gujarat: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટએટેક (Heart attack)ના બનાવોમાં મોટો વધારો થઇ રહ્યો છે અને મોતની સંખ્યા પણ…

3 people died of heart attack in Gujarat: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટએટેક (Heart attack)ના બનાવોમાં મોટો વધારો થઇ રહ્યો છે અને મોતની સંખ્યા પણ ખુબ જ વધી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના હાર્ટએટેક (3 people heart attack)ને કારણે મોત થયા છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સુરત (heart attack in Surat)માં એક મહિલા, ડીસા (heart attack in Deesa)માં બોર ઓપરેટર અને ભુજ (heart attack in Bhuj)ના ડિઝાસ્ટર મામલતદારનું હાર્ટએટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

મહત્વનું છે કે, સુરત શહેરમાં પાંચ વર્ષીય પુત્રીની હત્યા કરનારી માતા લાજપોર જેલમાં અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યાર બાદ મોતને ભેટી હતી. જ્યારે ડીસા નગરપાલિકામાં બોર ઓપરેટર ફરજ પર જ ઢળી પડ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ભુજમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનું પાલનપુર ખાતે હાર્ટ એટેક આવતા મોત થયું હતું.

ઘટના નંબર 1, સુરતમાં હાર્ટએટેકથી મોત:

હાર્ટએટેકની પહેલી ઘટના અંગે વાત કરવામાં આવે તો વાત કરવામાં આવે તો સુરતના વેડ દરવાજા ફટાકડાવાડીમાં આવેલી રાજીવનગર વસાહતમાં રહેતી 33 વર્ષીય બિલ્કિસ બાનુ અબ્દુલ ગની કમાણી પોતાની પાંચ વર્ષીય પુત્રીની હત્યાના ગુનામાં ગઈ તારીખ 29 એપ્રિલ, 2023થી લાજપોર જેલમાં કેદ હતી. આ દરમિયાન કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવી રહેલી બિલ્કિસ બાનુને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો હતો અને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલમાં સારવાર મળે એ પહેલાં તેનું મોત થયું હતું.

ઘટના નંબર 2, ડીસામાં હાર્ટએટેકથી મોત:

હાર્ટએટેકની બીજી ઘટના અંગે વાત કરવામાં આવે તો ડીસાના નવાવાસ વિસ્તારમાં રહેતા કીર્તિભાઈ શંકરલાલ સોલંકી છેલ્લા 27 વર્ષથી નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ગઈકાલે તેઓ રાબેતા મુજબ એસીડબલ્યુ હાઈસ્કૂલમાં આવેલા પાણીના બોર પર ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્થળ પર ઢળી પડ્યા હતા. જોકે, આ બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકા પ્રમુખ સહિત નગરસેવકો અને તેમના પરિવારજનો સ્થળે પહોંચ્યા હતા. તેમજ કિર્તીભાઈને ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઘટના નંબર 3, ભુજમાં હાર્ટએટેકથી મોત:

હાર્ટએટેકની ત્રીજી ઘટના અંગે વાત કરવામાં આવે તો મૂળ બનાસકાંઠાના અને હાલ ભુજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના પદે મામલતદાર તરીકે ફરજ બજાવી રહેલા 56 વર્ષના હૈદરખાન નાગોરીનું પાલનપુર ખાતે હાર્ટએટેકનો હુમલો આવતા મોત થયું હતું. તેણે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હૈદરખાન નાગોરી મૂળ પાલનપુર તાલુકાના બઉં ગામના વતની છે. તેમના મોતના પગલે પરિવાર સાથે ભુજ અને પાલનપુર વહીવટી તંત્રમાં માતમ છવાય ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *