કોંગ્રેસની ડૂબતી નૈયાને કોણ તારશે? વધુ એક ધારાસભ્યએ આપી દીધું રાજીનામું

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022) નજીક આવતા જ રાજીનામાંનો દોર ચાલુ થઇ ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022) નજીક આવતા જ રાજીનામાંનો દોર ચાલુ થઇ ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ(Congress) સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે. ત્યારે હવે કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ પડ્યું છે. જેને કારણે કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે.

વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો:
જો વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. આણંદના પેટલાદ બેઠક પર કોંગ્રેસમાં નારાજગી જોવા મળી છે. ટીકિટ કપાતા નારાજ ધારાસભ્ય નિરંજન પટેલએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસે ટીકિટ ન આપતા સોશિયલ મીડિયામાં રાજીનામાંની પોસ્ટ વાયરલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી. એક બાદ એક ધારાસભ્યના રાજીનામાં પડતા હવે કોંગ્રેસને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસમાંથી સતત રાજીનામાનો દોર ચાલી રહ્યો છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *