ભાજપે આ બેઠકના ઉમેદવાર યોગેશ પટેલને સતત 8 મી વખત આપી ટિકિટ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ફક્ત એક વડોદરાની માંજલપુર…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ફક્ત એક વડોદરાની માંજલપુર બેઠક ઉપર કોંકડું ગૂંચવાયેલું જોવા મળતું હતું. પરંતુ આજે સવારે વડોદરા(Vadodara)ની માંજલપુર(Manjalpur) બેઠક પર ભાજપ ટિકિટ આપી હોવાનો યોગેશ પટેલ(Yogesh Patel) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. યોગેશ પટેલે જણાવ્યું છે કે, મને મોવડી મંડળ તરફથી ફોન આવી ગયો છે. જેથી આજે યોગેશ પટેલ દ્વારા ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, માંજલપુર બેઠક પર ભાજપ દ્વારા યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કરવામાં આવ્યા છે. યોગેશ પટેલે દાવો કર્યો હતો કે, આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ દ્વારા સતત 8મી વખત યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને યોગેશ પટેલ આજે સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે જશે.

જણાવી દઈએ કે, ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી હતી, પરંતુ એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર યોગેશ પટેલના કારણે કોકડું જોવા મળતું હતું ત્યારે હવે તેનો પણ અંત આવ્યો છે. અગાઉ માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરીને જણાવતા કહ્યું છે કે, માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *