સુરત(Surat): ગુજરાત(Gujarat) રાજ્યમાં અવારનવાર સ્પા(Spa)ની આડમાં ચાલતાં કૂટણખાના મળી આવે છે. ગેરકાયદેસર(Illegal) રીતે ચાલતા કૂટણખાના પર પોલીસ અથવા તો ક્રાઇમબ્રાન્ચ(Crime Branch) રેડ પાડતી હોય છે અને સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરતી હોય છે. જોવા જઈએ તો આ પ્રકારના કૂટણખાનામાં બહારના દેશની મહિલાને દેહવ્યાપાર(Prostitution) માટે અહિયાં બોલાવવામાં આવે છે. ત્યારે આવું જ એક કૂટણખાનું સુરત શહેરમાં ઝડપી પાડવામાં આવ્યું છે.
સુરત શહેરમાં અવાર-નવાર સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાને પોલીસ દ્વારા કે ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાના પર રેડ પાડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, પીપલોદ કારગીલ ચોક નજીક આવેલ વિમલ હબમાં સ્પાની આડમાં કૂટણકાનું ચાલી રહ્યું હતું.
બાતમીને આધારે વિમલ હબમાં પોલીસે રેડ કરતાં થાઇલેન્ડની છ જેટલી યુવતીઓ, એક કસ્ટમર અને સ્પાનો માલિક મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર વિગતો સામે આવી છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિમલ હબમાં ચાલતા ધ ટાઈમ નામના સ્પામાં કુટણખાનું ચાલી રહ્યું છે.
સ્પાની આડમાં વિદેશી યુવતીઓને લાવીને ગ્રાહકો પાસેથી પૈસા લઈને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આ અંગેની જાણ થતા સુરત ક્રાઇમબ્રાન્ચ રેડ પાડતા સમગ્ર કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. સ્પામાં રેડ કરતાં થાઈલેન્ડની છ યુવતીઓ, એક કસ્ટમર અને એક માલિકને ઝડપી પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.