કોરોના વાયરસ વચ્ચે એક વધુ જીવલેણ વાયરસની દસ્તક, જાણો ક્યાં

જીવલેણ કોરોના વાયરસએ આ સમયે લગભગ આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધી છે અને અત્યાર સુધી 7000થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ફિલિપાઇન્સ પણ તેમાંથી મુક્ત નથી.ત્યાં પણ કોરોના વાયરસે ઘણા લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે.આ વચ્ચે ફિલિપાઇન્સના ઉત્તર પ્રાંતમાં એક વધારે વાયરસ ફેલાઈ રહ્યો છે જે કોઈ મુસીબતથી ઓછો નથી.

ફિલિપાઇન્સના ઉત્તરી પ્રાંત માં કોરોના બાદ જીવલેણ બર્ડ ફ્લુ ઝડપથી પોતાના પગ પસારી રહ્યો છે જેણે ત્યાંની સરકારને પણ ચિંતામાં મૂકી દીધી છે. આ ફ્લુના વાયરસ બટેર નામના પક્ષીમાંથી ફેલાઈ રહ્યો છે જેણે લોકોને પોતાની ચપેટમાં લેવાનું શરૂ કરી દીધો છે.

ફિલિપાઇન્સના કૃષિમંત્રી સોમવારે તેની જાણકારી દેતા કહ્યું કે આ એક અત્યંત સંક્રામક ફ્લૂ છે જે H5N6 અને એન્ફ્લુંએન્ઝા A શ્રેણીનો વાયરસ છે. આ વાઈરસની પહેલી હાજરી સૌથી પહેલા બટેરના એક ફાર્મમાં મળી આવી હતી. માણસો માટે આ વાઇરસ પણ જીવલેણ હોય છે.

આ સમસ્યાને લઇને ફિલીપાઇન્સ ના કૃષિ સેક્રેટરી વિલિયમ ડાર એ કહ્યું કે આ વિસ્તારમાં વર્ષ 2017માં પણ બર્ડ ફ્લુ ફેલાયો હતો અને આ દરમિયાન પણ એક બેટર ફાર્મ દ્વારા જ ફેલાવવાનો શરૂ થયો હતો.

સુરક્ષાને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાંથી કોઈપણ પક્ષીના નિર્યાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાવધાની ના પગલે 12000 સંક્રમિત બટેરોને મારી ને સુરક્ષિત જગ્યાઓ પર નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

તેની સાથે જ બર્ડ ફ્લૂની આશંકા વચ્ચે ફાર્મના આસપાસના 7 કિલોમીટરના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *