લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું- બે વખત ધારાસભ્યની ચૂંટણી લડનારા પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું

Lok Sabha Elections: આજે ફરી એકવાર ઓપરેશન લોટસ સફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસના  વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. કોંગ્રેસની ટિકિટ…

Lok Sabha Elections: આજે ફરી એકવાર ઓપરેશન લોટસ સફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસના  વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. કોંગ્રેસની ટિકિટ પરથી અમરાઈવાડી વિધાનસભા બેઠક પર બે વખત ચૂંટણી લડનારા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈ એ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી(Lok Sabha Elections) અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં ફરી રહ્યા છે. તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા એવી ચર્ચા શરૂ થઈ છે કે હવે તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ જશે.

કોંગ્રેસના વધુએ નેતાનું રાજીનામુ
જેમ જેમ લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવે છે તેમ તેમ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળે છે. એક બાદ એક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ રાજીનામુ આપી રહ્યા છે.ત્યારે કોંગ્રેસની ટિકિટ પરથી અમરાઈવાડી વિધાનસભા બેઠક પર બે વખત ચૂંટણી લડનારા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈ એ આજે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં જોવા મળી રહ્યા હતા. ત્યારથી જ એવી અટકળો ચાલતી હતી જેનો આજે અંત આવ્યો છે અને તેમને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. હવે તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ શકે છે.

આ મહિનાના અંત પહેલા જ ભાજપનો કેસરિયો પહેરી લેશે
લોકસભાની પૂર્વની બેઠક માટે ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન અપાયું હોવાની પણ ચર્ચા છે. અગાઉ ક્યારેય જીતી નહીં સકનારા ધર્મેન્દ્ર પટેલ ને હવે ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં લડવાની ઈચ્છા જાગી છે. તેઓ આ મહિનાના અંત પહેલા જ ભાજપનો કેસરિયો પહેરી લેશે.લોકસભાની પૂર્વની બેઠક માટે ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન અપાયું હોવાની પણ ચર્ચા છે. અગાઉ ક્યારેય જીતી નહીં સકનારા ધર્મેન્દ્ર પટેલ ને હવે ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં લડવાની ઈચ્છા જાગી છે. તેઓ આ મહિનાના અંત પહેલા જ ભાજપનો કેસરિયો પહેરી લેશે.

આ અગાઉ પણ કોંગ્રેસના નેતા ડો. સી.જે.ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.