ASI વાલજી હડીયાએ DGP અને ગૃહમંત્રીની “ગુડ પોલીસિંગ” ની વાતોના ધજાગરા કર્યા

Surat Police: સુરતમાં કાનૂન ભૂલનાર પોલીસ કર્મીને (Surat Police ASI Valji Hadiya) મેહુલ બોઘરા કાયદાનું ભાન કરાવવા જતા ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં મેહુલ…

Surat Police: સુરતમાં કાનૂન ભૂલનાર પોલીસ કર્મીને (Surat Police ASI Valji Hadiya) મેહુલ બોઘરા કાયદાનું ભાન કરાવવા જતા ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં મેહુલ બોઘરાએ પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર સામે વિરોધ ઉઠાવ્યો હતો. જેમાં પોલીસકર્મીની બ્લેક કાચ, નંબર પ્લેટ વગરની કાર સામે બોલતા વિવાદ વકર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ ઘટના બનતા લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં મેહુલ બોઘરાએ કહ્યું હતું કે, હું મારા અંગત કામથી જઇ રહ્યો હતો ત્યારે એક બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી હતી અને તેની પર નંબર પ્લેટ પણ લગાવવામાં નહોતી આવી. આ ગાડી પર પોલીસ લખેલું હતું. ગુજરાતના DGPનો એક પરિપત્ર છે કે, પોલીસે કાળા કાચવાળી કે નંબર પ્લેટ વગરના ગાડી રાખવી નહીં. એક જાગૃત નાગરિક તરીકે મેં કારમાંથી ઉતરીને ચેક કરવાની કોશિશ કરી હતી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? સલામતી ખાતર મેં સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું.’

મેહુલ બોધરાએ પોલીસ પર કર્યા આક્ષેપ
ઘટના અંગે મેહુલ બોઘરાએ વધુમાં કહ્યું કે, તે ગાડી ચાલકે (ASI Valji Hadiya) મારી પર ઉગ્રતા ભર્યું વર્તન કર્યું હતું. તે સમય મેં કેન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તેમણે કોલ ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ટ્રાફિક DCPને પણ કોલ કર્યો હતો. તેમણે પણ કોલ ન ઉપાડ્યો. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાડી ચાલકે અન્ય લોકોને કોલ કરીને બોલાવ્યા હતા. તે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતો કે, આ બાબતે હું પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો જ્યાં પણ ગાડી ચાલક અને તેના સાથીદારો મને મારવાનો પ્રયત્ન કરે છે. તે લોકોએ પોલીસની હાજરીમાં ધમકી પણ આપી હતી. મેહુલ બોઘરાએ પી આઈ પર ગંભીર આક્ષેપ કર્યા હતા .અત્રે જણાવીએ કે, આ બાબતની કોઈ અધિકારીક સ્પષ્ટતા સામે આવી નથી. સત્ય શું છે તે તપાસનો વિષય છે. આ સમગ્ર બાબત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

પોલીસએ આપી આવી પ્રતિક્રિયા
આ ઘટના જોઈ લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસકર્મીએ ફરિયાદમાં જણાવ્યું કે એડવોકેટએ ઉપલા અધિકારીને જાણ કરવાને બદલે મજૂરી વગર મોબાઇલમાં શૂંટીગ કરી હાજર પોલીસકર્મીને અશબ્દો બોલી ટોળાને ઉશ્કેરાયા હતા. સાથે સરકારી કામમાં રૂકાવટ કરી પથ્થરમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ તેણે સોસીયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કર્યા હતા.

પુણા પોલીસે આ કલમો મુજબ ગુના દાખલ કર્યા
પુણા પોલીસે મેહુલની ફરિયાદ લઈ IPC 114, 120 (બી), 143, 294 (બી), 279 (બી), 204, 323, 324, 504, 506 અને GP એક્ટ 135 મુજબ કારના ચાલક સહિત 3 જણા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસકર્મી ભલા દેસાઈની ફરિયાદના આધારે પોલીસે IPC 143, 147, 149, 323, 186, 332, 500, 504, 506(2) અને GP એક્ટ 135 મુજબ બોઘરા સહિત 15ના ટોળા સામે દાખલ કર્યો છે.