અમેરિકામાં રહેતા પટેલ યુવકને મળ્યું ધ્રુજાવી દેતું મોત, આખેઆખા પરિવાર પર તૂટી પડ્યા લૂંટારુ… ‘ઓમ શાંતિ’

વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર હુમલા અને હત્યાના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યું છે. આવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે. આ ઘટના…

વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર હુમલા અને હત્યાના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યું છે. આવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે. આ ઘટના અમેરિકામાં આવેલા એટલાન્ટા સીટી માંથી સામે આવી છે. અમેરિકાના એટલાન્ટા સીટીમાં મૂળ ગુજરાતના કરમસદના યુવકની હત્યા થઇ છે.

ઘટનાની જાણ વતનમાં થતા સમગ્ર પંથકમાં શોકના વાદળો છવાય ગયા છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ચકચાર મચી ગયો હતો. એટલાન્ટા સીટીમાં ગુજરાતમાં રહેતા 3 લોકો પર લૂંટારુએ હુમલો કર્યો હતો. આ હુમલો ઘરમાં ઘૂસીને જ કરવામાં આવ્યો હતો. અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન 52 વર્ષના પીનલભાઈ પટેલને ખુબજ ગંભીર ઇજા થઇ હતી.

આ ઘટનામાં પીનલભાઈ લોહીલુહાણ થયા હતા. પીનલભાઈને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ઘટના સ્થળે પોલીસ આવી હતી અને પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસ્યા હતા. લૂંટારુઓએ ધડાધડ ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટનામાં 17 વર્ષના ભક્તિ પટેલ ગંભીર ઈજા થઇ હતી. આ પહેલા પણ આવી જ એક ઘટના 17 જૂન 2022ના રોજ સામે આવી હતી. આણંદ જિલ્લાના સોજીત્રા ગામમાં રહેતા પ્રેયર્સ પટેલની હત્યા કરવામાં આવી હતી. કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળીઓ વરસાવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી. સ્ટોરની અંદર બે માણસો બંદૂકની ગોળીથી પીડાતા હતા તેમને યોગ્ય સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *