આફ્રિકા (Africa): વધુ એક ગુજરાતીની આફ્રિકામાં હત્યા કરવામાં અવી છે. ગુજરાતના ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારી અને હત્યા કરવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આવા બનાવો છાસ વારે સામે આવ્યા જોવા મળે છે.
મળેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આવેલા ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગયો હતો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જુબેર ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલની શોપમાં જોબ કરતો હતો.
સોમવારના રોજ નિગ્રો લૂંટના ઇરાદાથી ફોડ્સ બર્ગ ટાવરમાં આવી ઘૂસ્યા હતા. ત્યાં ધુસીને દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવીને ધમકી આપી હતી. હથિયારો સાથે આવેલા નિગ્રોને જોઇને નાસભાગ મચી ગઈ હતી. અને તેથી નિગ્રોએ ગોળીબાર કર્યો હતો.
નિગ્રો દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારમાં જુબેરને ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. જુબેરને યોગ્ય સારવાર માટે હોસ્પિટલ પહોંચાડે એ પહેલાજ મોત નીપજ્યું હતું. બનાવના પગલે જોહાનિસબર્ગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાના પગલે તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.