દુનિયાના અંતને લઈને બાબા વેંગાએ કરી વધુ એક ભવિષ્યવાણી- વૈજ્ઞાનિકોથી લઈને દુનિયાભરના લોકોની ઊંઘ હરામ

છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વ માટે ઘણી ભવિષ્યવાણી (Prophecy)ઓ સાંભળવામાં અને વાંચવામાં આવી છે. આ આગાહીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બુલ્ગારિયા(Bulgaria)ના રહસ્યવાદી બાબા વેંગા(Baba Vanga) દ્વારા કરવામાં આવી છે. 111 વર્ષ પહેલાં 1911માં બલ્ગેરિયામાં બાબા વેંગાનો જન્મ થયો હતો અને 1996માં તેમનુ અવસાન થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા, જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી.

બાબા વેંગા દ્વારા ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જે સાચી સાબિત થઈ છે. જેમ કે, વર્ષ 2022ને લઈને એમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. એવામાં 2022 માટે એમની ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને પણ કરી હતી.

બે ભવિષ્યવાણી સાચી પડી:
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હાલમાં ખુબ જ ચર્ચામાં રહે છે. ત્યારે હાલ તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. કારણ કે, ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે. આ સાથે જ 2022 અને તેના પછીના વર્ષોમાં એમને કેવી ભવિષ્યવાણી કરી હતી ચાલો જાણીએ..

અગાઉના વર્ષો માટેની ભવિષ્યવાણી:
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023માં પૃથ્વી તેની કક્ષા બદલશે. તેમજ વર્ષ 2028માં અંતરીક્ષ યાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પંહોચી જશે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2046 અંગ પ્રત્યારોપણની મદદથી 100 વર્ષ સુધી વધુ જીવી શકશે. તેમજ વર્ષ 2100 માં પૃથ્વી પર રાત નહીં થાય. પૃથ્વી કૃત્રિમ તડકાથી રોશન રહેશે. તેમજ પૃથ્વીના અંત વિષે જણાવ્યું હતું કે, વર્ષ 5079માં પૃથ્વીનો અંત થઈ જશે.

ભારત વિશે કરી હતી આ ભવિષ્યવાણી:
ત્યારે હવે ભારત વિશે વાત કરીએ તો, બાબા વેંગાએ કરેલ ભવિષ્યવાણી એવી હતી કે આ વર્ષે આખી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ વધશે. હરિયાળી અને ભોજન માટે તીડ ભારત પર હુમલો કરશે અને તેને કારણે ખેતીને ગંભીર નુકશાન પંહોચશે અને અંતે ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થતિનું નિરનાં થશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *