વાલીઓ ચેતજો દીકરીઓ માટે અસુરક્ષિત છે BRTS! સુરતની આ ઘટના દરેકને ધ્રુજાવી દેશે

સુરત(Surat): શહેરમાં BRTS બસની બેદરકારી તો અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હવે સિટી બસ (City bus)ના કંડક્ટરોની હેવાનિયત પણે સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હતી. છેડતી કરતા કંડક્ટરોએ તરુણીને આંખ મારી કહ્યું હતું કે, સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી.

જેને પગલે ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ અમિષા ચાર રસ્તા પાસે આડા ઉભા રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બસ અટકાવી ન હતી. દરમિયાન દિલ્હીગેટ પાસે બસ અટકાવી હતી. માતાએ કંટ્રોલરૂમમાં 100 નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી.

બસમાં જતાંની સાથે જ છેડતી શરૂ કરી દીધી હતી:
મળતી માહિતી અનુસાર, 17 વર્ષીય કિશોરી મહિધરપુરામાં રહે છે. તે 20 ઓગસ્ટના રોજ સાંજના સમયે તેની બહેનપણી સાથે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સિટી બસમાં બેસીને ઘરે આવી રહી હતી. બસમાં ભીડ વધારે હતી અને બેસવાની જગ્યા ન હોવાથી બન્ને પાછળના ભાગે ઊભી રહી હતી. દરમિયાન એક યુવકે તરૂણીને સ્પર્શ કર્યો હતો. તરૂણીને એવું હતું કે બસમાં ભીડ વધારે હોય જેના કારણે ભૂલથી લાગી ગયો હશે.

એક કંડક્ટરને છેડતીમાં બીજા બેએ પણ સાથ આપ્યો:
આ પછી કંડક્ટરે કહ્યું કે, આગળ જગ્યા છે આથી બન્ને આગળ ઊભા રહ્યા હતા. આ દરમિયાન ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં તરૂણીનું મોઢું અથડાયું હતું. પછી તરૂણીની બહેનપણી બસમાં પાછળના ભાગે ઊભી હતી. તે સમયે બસમાં જે યુવકે તરૂણીને સ્પર્શ કર્યો હતો તેણે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારૂં મોઢુ અથડાય છે.

ત્યારપછી તે યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા કે, સ્ટેશનવાળા પાછળ. તેમજ તરૂણીને આંખ મારી અને ઈશારા કરી સ્માઇલ સરસ છે, સ્ટેશન જઈને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી. આ દરમિયાન તરૂણીનો માતા સાથે ફોન કોલ ચાલું હોવાથી ગભરાયેલી હાલતમાં માતાને અમિષા ચાર રસ્તા આવી જવા કહ્યું હતું. પરંતુ સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી.

બસના રોકવા માતા બસ આડે ઉભી રહી ગઈ:
જેના કારણે બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી. તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શું કરવું છે. જેને પગલે તરૂણીની માતા દ્વારા મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે પોક્સો એક્ટની કલમ ન લગાવી:
ફરિયાદના આધારે પોલીસે સિટી બસના 3 કંડક્ટરો શાહરૂખ ફારૂક શેખ, જયદીપ કીમજી પરમાર અને સમીર નાસીર રમઝાનશાની સામે છેડતીનો ગુનો નોંધી અટકાયત કરી છે. ફરિયાદમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કરી હોવાનો ઉલ્લેખ છતાં પોલીસે પોક્સો એક્ટની કલમ કેમ ન લગાવી તે એક તપાસનો વિષય છે. ઘટના બની ત્યારે ત્રણેય કંડક્ટરો ફરજ પર ન હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *