સુરતના આ વિસ્તારમાં વધુ એક કુટણખાનું ઝડપાયું- છેલ્લા એક અઠવાડિયામાં ચોથી ઘટના સામે આવી

સુરત(Surat): સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં હવે ગુનાઓના આકડાઓ ખુબ જ વધી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં તો છેલ્લા કેટલાય સમયથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર (Prostitution)ના ધંધાનો પર્દાફાશ થઈ રહ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના ઝડપી પાડ્યા છે. ત્યારે એવી જ વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ઉધના દરવાજા(Udha darvaja ) પાસે વધુ એક કુટણખાનુ ઝડપાયું છે.

વાસ્તવમાં, સુરતના ઉધના દરવાજા પાસે આવેલ મદ્રાસ કાફેની ઉપર ત્રીજા માળે “ન્યુ ઇન્ડિયન સ્પા”માં દેહવ્યાપાર ચાલી રહ્યો છે, આવી બાતામી અથવા પોલીસ સ્ટેશનને મળી હતી. જેથી બાતામીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેથી આ કુટણખાનાનો પર્દોફાશ થયો હતો. જાણવા મળ્યું છે કે, “ન્યુ ઇન્ડિયન સ્પા”ના માલિક રોહિત જયબહાદુર સિંઘ મસાજના નામે લલનાઓ રાખી લોકો પાસેથી પૈસા લેતા હતા. તેમજ શરીર સુખ માણવાની દરેક સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવતી હતી.

પોલીસે સ્પા માલિકની ધરપકડ કરી છે. તેમજ તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય સંચાલક રૂમાબેન હરધન ફરમશદાસ તથા ગ્રાહક મોહમ્મદ રઈશની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત કુલ 7000 રોકડા, 2 મોબાઈલ ફોન, 3 કોન્ડમ આ રીતે કુલ 12000ની મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ અંગે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *