ફરાર દેવાયત ખવડનો વધુ એક ચોંકાવનારો વિડીયો વાયરલ- જુઓ શું કહી રહ્યા છે?

ગુજરાત(Gujarat): ફરાર દેવાયત ખવડ(Devayat Khavad) મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફરાર દેવાયત ખવડે મોરબી(Morbi)ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દેવાયત ખવડે એક વિડીયો માધ્યમના સંદેશના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જે અંગેનો વિડીયો(Video) પણ પીઆઇ કે.એ.વાળાએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં રાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કે.એ.વાળા અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના દ્વારા વિડીયો પોસ્ટ કરાયા બાદ લોકોમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આંદોલનની આપી ચીમકી:
તો બીજી તરફ મયુરસિંહ રાણાના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં દેવાયત ખવડની પોલીસ સાથે સાઠગાંઠનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આગામી 48 કલાકમાં ધરપકડ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આગોતરા જામીન અરજી રજૂ કરી:
મહત્વનું છે કે, લોક સાહિત્યકાર અને “રાણો રાણાની રીતે” ફેઈમ દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ-સાત દિવસથી ફરાર છે. ઉલ્લેખનીય છે કે, અંગત અદાવતમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારે આ સમગ્ર મામલા અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી છ-સાત દિવસથી શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા તેમ છતાં પણ કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડ દ્વારા તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *